ધોરણ 11
સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકારવિદ્યા
સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકારવિદ્યા| પ્રકાંડ | પ્રકાંડના રૂપાંતરણો| NCERT short note| Best biology short note | Free test| ધોરણ 11
આર્ટિકલના અંતમાં મેળવો ફ્રી ટેસ્ટ!!
Note 2
પ્રકાંડ | પ્રકાંડના રૂપાંતરણો
પ્રકાંડ
વ્યાખ્યા: શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરતો અક્ષનો ઉર્ધ્વગામી ભાગ
પ્રકાંડ શેમાંથી વિકાસ પામે?
તે અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્ર (પ્રાંકુર) માંથી વિકસે છે
પ્રકાંડ ગાંઠો અને આંતરગાંઠો ધરાવે છે.
ગાંઠ - પ્રકાંડનો એ વિસ્તાર જ્યાં પર્ણો ઉદ્દભવે છે.
આંતરગાંઠ - બે ગાંઠ વચ્ચેનો પ્રકાંડનો વિસ્તાર
પ્રકાંડ કલિકાઓ ધારણ કરે
બે પ્રકારની કલિકા હોઈ શકે
1. અગ્રીય
2. કક્ષીય
પ્રકાંડનો રંગ
સામન્ય રીતે - તરુણ પ્રકાંડ : લીલો રંગ
તરુણાવસ્થા પછી: કાષ્ઠિય અને ઘેરા કથ્થઈ રંગનું બને
પ્રકાંડનું કાર્ય
પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓને ફેલાવવી
પાણી, ખનીજ દ્રવ્યો અને પ્રકાશસંશ્લેષણ કરતા પદાર્થોનું વહન
કેટલાક પ્રકાંડ - ખોરાકનો સંગ્રહ કરે
તે સિવાય આધાર અને રક્ષણ કરતા પ્રકાંડ પણ જોવા મળે
વાનસ્પતિક પ્રસર્જનના કાર્યો પણ અમુક પ્રકાંડ કરે
પ્રકાંડના રૂપાંતરણો
ખોરાક સંગ્રહ માટે રૂપાંતરણ
કેટલાક ભૂગર્ભીય પ્રકાંડ ખોરાક સંગ્રહ માટે રૂપાંતરિત થયેલા છે
તેઓ વૃદ્ધિ પામવા માટેની પ્રતિકૂળ પરસ્થિતિમાં ઉછેર પામવા પણ મદદ કરે છે
ઉદાહરણ: બટાટા, આદુ, હળદર, જમીનકંદ, અળવી વગેરે
આરોહણ માટે રૂપાંતરણ
પ્રકાંડસૂત્રો :
પાતળા અને કુંતલાકારે અમળાયેલ હોય
કક્ષકલિકામાંથી વિકાસ પામે
આરોહણમાં મદદ કરે
ઉદાહરણ: તુંબરો (કાકડી, કોળું, તડબૂચ etc), દ્રાક્ષનો વેલો વગેરે
રક્ષણ માટે રૂપાંતરણ
પ્રકાંડકંટકો:
પ્રકાંડની કક્ષકલિકામાંથી સર્જાય
તે કાષ્ઠીય, સીધી અને તીક્ષ્ણ હોય
તે ચરતા પ્રાણીઓ સામે વનસ્પતિને રક્ષણ આપે
ઉદાહરણ: લીંબુ, બોગનવેલ જેવી વનસ્પતિઓ
શુષ્ક વાતાવરણ માટે રૂપાંતરણ
શુષ્ક પ્રદેશની વનસ્પતિઓના પ્રકાંડ હરિતદ્રવ્ય ધરાવતા હોય - પ્રકાશસંશ્લેષણ માટે સક્ષમ
ચપટા પ્રકાંડ - ફાફડાથોર
માંસલ અને નળાકાર પ્રકાંડ - યુફોર્બિયા
ફેલાવો અને વાનસ્પતિક પ્રસર્જન માટે રૂપાંતરણ
ઘાસ અને સ્ટ્રોબેરીના પ્રકાંડ
તેમના ભૂગર્ભીય પ્રકાંડ નવા નીકેતો કે જીવંત ભગો તરફ પ્રસરણ પામે
જ્યારે જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગો નિર્માણ પામે
ફુદીનો અને જૂઈ (જાસ્મીન) ના પ્રકાંડ
તેમાં પ્રકાંડની મુખ્ય ધરીના તલ ભાગેથી પાર્શ્વીય શાખાઓ ઉપર તરફ વિકસે
હવાઈ રીતે વિકાસ પામે
તેના થોડા સમય બાદ કમાન આખરે નીચે તરફ વળી જાય અને જમીનના સંપર્કમાં આવી
જળશૃંખલા અને જળકુંભી
આવી જલીય વનસ્પતિઓમાં પ્રકાંડ ટૂંકી આંતરગાંઠો ધરાવતી પાર્શ્વીય શાખાઓ ધરાવે
તેમાં દરેક ગાંઠ ગુલાબ જેવા પર્ણો ધરાવે અને તેની સાથે મૂળનો ગુચ્છ જોવા મળે
કેળા, અનાનસ અને ગુલદાઉદી
મુખ્ય પ્રકાંડના તલ ભાગેથી અને ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખાઓ ઉદ્દભવે
તે જમીનની નીચે આડી વિકાસ પામે
ત્યારબાદ ત્રાંસી થઈને ઉપર તરફ બહાર આવે
ત્યારબાદ ત્યાં પર્ણપ્રરોહ (પર્ણ પ્રાંકુરો)માં વિકસે
જો તમારે એ ચોકસાઈ કરવી હોય કે તમારા આ નોટના કોન્સેપ્ટ ક્લીઅર થઈ ગયા છે કે નહિ, તો આ ટોપિકના સંબંધિત સવાલો - MCQ સોલ્વ કરવાની કોશિશ કરો.
Free test
1) પ્રકાંડ શેના માટે રૂપાંતરણ કરતું નથી?
A. વિસ્તરણ માટે
B. ખોરાક સંગ્રહ માટે
C. બીજાંકુરણ માટે
D. રક્ષણ માટે
2) પ્રકાંડસૂત્રો શેમાંથી વિકાસ પામે છે?
A. અગ્રિયકલિકા
B. કક્ષકલિકા
C. પાર્શ્વિયકલિકા
D. પૃષ્ઠકલિકા
3) અળવીનાં પ્રકાંડમાં કેવું રૂપાંતરણ જોવા મળે?
A. વિસ્તરણ માટે રૂપાંતરણ
B. આરોહણ માટે રૂપાંતરણ
C. ખોરાક સંગ્રહ માટે રૂપાંતરણ
D. રક્ષણ માટે રૂપાંતરણ
4) પ્રકાંડકંટકો શેમાં જોવા મળે છે?
A. લીંબુ અને બોગનવેલ
B. જાસ્મીન અને જૂઈ
C. કાકડી અને યુફોરબિયા
D. યુફોરબિયા અને બોગનવેલ
5) પ્રતિકૂળ પરિસ્થતિમાં ઉછેર કરવા માટે કઈ વનસ્પતિના રૂપાંતરિત પ્રકાંડ ઉપયોગી થઇ શકે છે?
A. તુંબરો
B. બોગનવેલ
C. હળદર
D. A અને C બંને
હવે તમારા જવાબોને નીચે આપેલ સાચા જવાબો સાથે ટેલી કરી લો. check the answers of these questions from the below answer tally:
1- C, 2-B, 3-C, 4-A, 5-C
તમારા 5 માંથી કેટલા માર્ક આવ્યા એ અમને જરૂરથી જણાવો.
Please let us know your marks out of 5.
We are happy for you being serious about your studies!
Keep it up, you warrior!
જો તમને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.
Thank you for reading!
Keep learning!
Stay motivated!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box