ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ
વનસ્પતિ સૃષ્ટિ|વનસ્પતિ જીવનચક્ર | એકાંતરજનન | NCERT short note| Best biology short note | ધોરણ 11
આર્ટિકલના અંતમાં મેળવો ફ્રી ટેસ્ટ!!
Note 12
વનસ્પતિ જીવનચક્ર | એકાંતરજનન
વનસ્પતિઓમાં એકકીય કોષો અને દ્વિકીય કોષો બંને દ્વારા સમવિભાજન થઈ શકે છે.
તેથી વિવિધ વાનસ્પતિક દેહોનું નિર્માણ થઈ શકે છે - એકકીય દેહ અને દ્વિકીય દેહ.
એકકીય વાનસ્પતિક દેહ -
- જન્યુઓ ઉત્પન્ન કરે- સમવિભાજન દ્વારા
- આ વાનસ્પતિક દેહ - જન્યુજનક છે.
- જન્યુઓનું ફલન થાય બાદ - દ્વિકીય ફલિતાંડ ઉત્પન્ન થાય છે
દ્વિકીય વાનસ્પતિક દેહ -
- દ્વિકીય ફલિતાંડ સમવિભાજનથી વિભાજિત થાય - દ્વિકીય વાનસ્પતિક દેહ પેદા કરે.
- આ બીજાણુજનક વાનસ્પતિક દેહ હોય છે.
- આ દેહના કોષો વિભાજન પામે છે - અર્ધીકરણ દ્વારા
- બીજાણુ ઉત્પન્ન થાય છે - એકકીય બીજાણુ
- એકકીય બીજાણુ વિભાજન પામે - સમવિભાજન દ્વારા
- આના દ્વારા એકકીય વાનસ્પતિક દેહ સર્જાય
તેથી, કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન એકાંતરજનન થાય છે
એકાંતરજનનની વ્યાખ્યા :- એક પછી બીજી દેહ અવસ્થા ની ફેરબદલ થાય કરે - જન્યુ ઉત્પન્ન કરતી એકકીય જન્યુજનક અવસ્થા અને બીજાણુ ઉત્પન્ન કરતી દ્વીકીય બીજાણુજનક અવસ્થા.
પણ, વિવિધ પ્રકારના વનસ્પતિમાં વિવિધ ભાતના જીવનચક્ર જોવા મળે:
1. એકવિધ જીવનચક્ર
- કેટલાક વનસ્પતિ જૂથમાં, બીજાણુજનક અવસ્થા માત્ર એકકોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય.
- મુક્ત-જીવી બીજાણુજનક દેહ હોતો નથી.
- ફલિતાંડનું અર્ધીકરણ દ્વારા વિભાજન થવાથી એકકીય બીજાણુઓ સર્જાય
- એકકીય બીજાણુ સમવિભાજન પામે છે - જન્યુજનક દેહ સર્જે છે
- આવી વનસ્પતિમાં પ્રભાવી અને પ્રકાશશંશ્લેશી અવસ્થા એ મુક્તજીવી જન્યુજનક હોય છે.
- ઉદાહરણ: ઘણી લીલ જેમકે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા તેમજ કલેમિડોમોનાસની કેટલીક જાતિઓ.
2. દ્વીવિધ જીવનચક્ર
- આ ભાતના જીવનચક્રમાં દ્વિકીય બિજાણુજનક અવસ્થા પ્રભાવી હોય છે - તે વનસ્પતિનો પ્રકાસંશ્લેશી તેમજ સ્વતંત્ર તબક્કો છે .
- અહીં જન્યુજનક તબક્કો એકકોષી કે થોડા કોષો ધરાવતા જન્યુજનક દેહ દ્વારા રજૂ થાય છે.
- ઉદાહરણ : એક લીલ, ફ્યુકસ જાતિ., આ પ્રકારની ભાત રજૂ કરે.
- તદુપરાંત, બધી બીજધારી વનસ્પતિ - આવૃત્ત બીજધારી અને અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ પણ આ ભાતને અનુસરે છે - તેના થોડા ફેરફારો હોઈ શકે - જન્યુજનક તબક્કો થોડા કોષો ધરાવતો કે બહુકોષી હોય.
3. એક-દ્વિવિધ જીવનચક્ર
- આ એકકીય અને દ્વિકીય જીવનચક્ર ની મધ્યસ્થી સ્થિતિ છે.
- તેમાં બંને તબક્કાઓ બહુકોષી હોય છે - પણ પ્રભાવી તબક્કાઓથી જુદી પડતી હોય છે .
- પ્રકાર 1: એક પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશસંશ્લેશી, સુકાયક કે સીધો(ટટ્ટાર) તબક્કો - એકકીય જન્યુજનક
- તે ટુંકજીવી બહુકોષી બીજાણુજનક તબક્કા દ્વારા એકાંતરિત થાય છે
- બીજાણુજનક દેહ સંપૂર્ણ કે આંશિક રીતે જન્યુજનક વાનસ્પતિક દેહ પર આધારિત હોય છે - જોડાણ તેમજ પોષણ માટે
- બધા દ્વિઅંગી ઉપરના પ્રકારનું જીવનચક્ર ધરાવે છે.
- પ્રકાર 2: દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, સ્વતંત્ર, પ્રકાશસંશ્લેશી, વાહકપેશી ધારક વાનસ્પતિક દેહ દ્વારા રજૂ થાય છે.
- તે બહુકોષી, મૃતોપજીવી કે સ્વયંપોષી, સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક દ્વારા એકાંતરીત થાય છે. આ પ્રકારની ભાતને એક-દ્વિવિધ જીવનચક્ર કહેવાય છે.
- બધા ત્રિઅંગીઓ દ્વારા આ પ્રકારની જીવનચક્ર રજૂ થાય છે.
- લગભગ મોટે ભાગે, બધી લીલની પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે
- પણ, તેના કેટલાક સદસ્યો એક - દ્વિવિધ પ્રકાર દર્શાવે છે - જેમકે એક્ટોકારપસ, પોલિસીફોનીયા, કેલ્પ વગેરે
- ફયુકસ, એક પ્રકારની લીલ- દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે.
જો તમારે એ ચોકસાઈ કરવું હોય કે તમારા આ નોટના કોન્સેપ્ટ ક્લીઅર થઈ ગયા છે કે નહિ, તો આ ટોપિકના સંબંધિત સવાલો - MCQ સોલ્વ કરવાની કોશિશ કરો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આ ટોપિક માટેની ફ્રી ટેસ્ટ આપો.
⬇️⬇️⬇️⬇️⬇️
https://www.indiabiologyneet.com/2023/09/11-12-ncert-short-note-best-biology.html
જો તમને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.
Thank you for reading!
Keep learning!
Stay motivated!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box