Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET | GUJCET TEST | STD -11 | ટેસ્ટ - 74 | CHAPTER - 11
( 1 ) વનસ્પતિદેહમાં વાયુઓનું વહન શાના દ્વારા થાય છે ?
( a ) પ્રસરણ ( b ) આસૂતિ ( c ) સક્રિયવહન ( d ) સાનૂકૂલિત પ્રસરણ
( 2 ) કોઈપણ પદાર્થનું પ્રસરણ પટલના કયા પદાર્થની દ્રાવ્યતા પર આધાર રાખે છે ?
( a ) પ્રોટીન ( b ) લિપિડ ( c ) કાર્બોદિત ( d ) બધા જ
( 3 ) પોરીન્સ એક પ્રકારનું પ્રોટીન છે જે શાના બાહ્યપટલમાં મોટા કદના છિદ્રોનું નિર્માણ કરતા નથી ?
( a ) રંજકદ્રવ્યકણો ( b ) હરિતકણો ( c ) કણાભસૂત્રો ( d ) રીબોઝોમ
( 4 ) આસૃતિની ઘટના માટે નીચેનામાંથી શું સાચું નથી ?
( a ) પાણી પોતાની ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ વહન પામે છે .
( b ) ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાંથી પાણીનું વહન વધુ સાંદ્રતાવાળા દ્રાવણ તરફ થાય છે .
( c ) પાણી ઓછી જલક્ષમતા તરફથી વધુ જલક્ષમતા તરફ વહન પામે છે .
( d ) પાણી ઓછા આસુતિદાબવાળા દ્રાવણ તરફથી વધુ આસુતિદાબવાળા દ્રાવણ તરફ વહન પામે છે .
( 5 ) જોડકાં જોડો :
કોલમ -I કોલમ- II
( a ) સમસાંદ્ર દ્રાવણ ( i ) બહારનું દ્રાવણ કોષરસ કરતાં ઓછું સંકેન્દ્રિત
( b ) અધોસાંદ્ર દ્રાવણ ( ii ) બહારનું દ્રાવણ કોષરસ કરતાં વધુ સંકેન્દ્રિત
( c ) અધિસાંદ્ર દ્રાવણ ( iii ) બહારનું દ્રાવણ અને કોષરસ સરખી સાંદ્રતાવાળા
( a ) ( a - iii ) , ( b - i ) , ( c- ii ) ( b ) ( a - iii ) , ( b - ii ) , ( c - i )
( c ) ( a - ii ) , ( b - i ) , ( c - iii ) ( d ) ( a - i ) , ( b - jii ) , ( c- ii )
( 6 ). કોઈ કોષમાં પાણી અંદર અને બહારની તરફ સમાન રીતે વહેતુ હોય તો તે કોષને શું કહે છે ?
( a ) આશુનકોષ ( b ) રસસંકોચિતકોષ ( c ) શિથિલકોષ ( d ) રસનિઃસંકોચિત કોષ
( 7 ). અંતઃચૂષણ શું છે ?
( a ) એક પ્રકારની આકૃતિ છે . ( b ) એક પ્રકારનું સક્રિયવહન છે .
( c ) એક પ્રકારનું વિશિષ્ટ પ્રસરણ છે . ( d ) એક પ્રકારની ચયાપચયિક ક્રિયા છે .
( 8 ) ઉસ્વેદન દર માપવા માટે કયું સાધન વપરાય છે ?
( a ) પોરોમીટર ( b ) ઓસ્મોમીટર ( c ) મોલનું સાધન ( d ) પોટોમીટર
( 9 ) સૌથી શકિતશાળી અંતઃચૂષણ ક્રિયા દર્શાવતો ઘટક કયો છે ?
( a ) અગર – અગર ( b ) પ્રોટીન્સ ( c ) સેલ્યુલોઝ ( d ) લિગ્નીન
( 10 ) અંતઃચૂષણ માટે સાચો ક્રમ કયો છે ?
( a ) અગરઅગર > સેલ્યુલોઝ > પ્રોટીન ( b ) પ્રોટીન > સેલ્યુલોઝ > અગરઅગર
( c ) અગરઅગર > પ્રોટીન > સેલ્યુલોઝ ( d ) અગરઅગર – પ્રોટીન < સેલ્યુલોઝ
( 11 ) નીચેનામાંથી કયા પદાર્થના 1 મોલર દ્રાવણમાં મહત્તમ OP હશે .
( a ) NaCI ( b ) ગ્યુકોઝ ( c ) ફુકટોઝ ( d ) સ્ટાર્ચ
( 12 ) ઉર્વેદનના તુલનાત્મક અભ્યાસ માટે શાનો ઉપયોગ થાય છે ?
( a ) કેલ્શિયમ કાર્બોનેટ ( b ) કોબાલ્ટ કાર્બોનેટ ( c ) કોબાલ્ટ કલોરાઈડ ( d ) મરકયૂરીક એસીટેટ
( 13 ) પ્રકાશસંશ્લેષણ દ્વારા નિર્માણ પામતો સુકોઝ ચાલનીનલિકામાં અને તેની નજીકમાં રહેલી જલવાહકમાંથી પાણી અન્નવાહકમાં અનુક્રમે કઈ ક્રિયા દ્વારા દાખલ થાય છે ?
( a ) સક્રિયવહન અને પ્રસરણ ( b ) આસૃતિ અને સક્રિયવહન
( c ) સક્રિયવહન અને આકૃતિ ( d ) સાનુકુલિત પ્રસરણ અને આકૃતિ
( 14 ) X = C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓની તુલનાઓ શર્કરા નિર્માણમાં અથવા કાર્બન સ્થાપનની ક્રિયામાં બમણી રીતે સક્ષમ છે .
Y = C4 , વનસ્પતિઓ કાર્બન ડાયોકસાઈડના સંયોગીકરણમાં C3 , વનસ્પતિઓની સાપેક્ષે બમણું પાણી ગુમાવે છે .
Z = કોઈ પાતળી નલિકામાં ઉર્ધ્વગમનની ક્ષમતા પૃષ્ઠતાણબળ કહેવાય છે .
( a ) X , Z સાચા , Y ખોટું ( b ) X , Y સાચા , Z ખોટું
( c ) Y , Z સાચા , X ખોટું ( d ) X auzi , Y , Z ખોટા
( 15 ) શાની હાજરી વગર પાઈનસના બીજનું અંકુરણ કે સ્થાપન થઈ શકતું નથી ?
( a ) માઈ કોરાઈઝા ( b ) પ્રવાળમૂળ ( c ) મૂળદાબ ( d ) લાઈકેન્સ
( 16 ) માનવ દ્વારા મોટી ચટ્ટાનો તથા પત્થરોને તોડવા માટે અસાધારણ રીતે કયો
પ્રયોગ કરવામાં આવે છે ?
( a ) અંતઃચૂષણ ( b ) પ્રસરણ ( c ) બાષ્પોત્સર્જન ( d ) બિંદુસ્ત્રાવ
( 17 ) નીચેનામાંથી એપોપ્લાસ્ટ પથ ( અપદ્રવ્ય પથ ) પર અવરોધનું કાર્ય કરે છે ?
( a ) એપિડર્મિસ ( b ) કોષરસતંતુ ( c ) કાસ્પરિયન પટ્ટી ( d ) મેટાઝાયલમ
( 18 ) કોબાલ્ટ કલોરાઈડ પેપરનો ઉપયોગ વનસ્પતિમાં કઈ ઘટનાના અભ્યાસ માટે કરવામાં આવે છે ?
( a ) આસૃતિ ( b ) પ્રસરણ ( c ) બાષ્પોત્સર્જન ( d ) બિંદુસ્ત્રાવ
( 19 ) રસારોહણ દરમ્યાન જલવાહિની અને જલવાહિનીકીમાં પાણીની શૃંખલા ન તૂટે છે ન વિખરાય છે તો તે માટેનું કારણ કયું છે ?
( a ) તેમાં લિગ્નીનયુકત જાડી કોષદીવાલ જોવા મળે છે .
( b ) તેમાં ગુરુત્વાકર્ષણ ખેંચાણ ઓછું હોય છે .
( c ) સંલગ્નબળ અને અભિલગ્નબળના કારણે
( d ) બાષ્પોત્સર્જન ખેંચાણના કારણે
( 20 ) આપેલ આકૃતિમાં a , b , c ભાગોને ઓળખી યોગ્ય વિકલ્પ પસંદ કરો .
( a ) a- વાયુરંધ્ર છિદ્ર , b– સહાયકકોષો , c- રક્ષકકોષો
( b ) a– સૂક્ષ્મતંતુકો , b– રક્ષકકોષો , c- વાયુરંધ્ર છિદ્ર
( c ) a- વાયુરંધ્ર છિદ્ર , b- રક્ષકકોષો , c- અધિસ્તરીય કોષ 6 b
( d ) a- વાયુરંધ્ર છિદ્ર , b– રક્ષકકોષો , c– સેલ્યુલોઝના સૂક્ષ્મતંતુક
( 21 ) જયારે શર્કરાઓ ચાલનીનલિકામાં પ્રવેશ કરે છે ત્યારે આસૃતિ દ્વારા પાણીનો પ્રવાહ શાના પરિણામ સ્વરૂપ થાય છે ?
( a ) જલક્ષમતા ( b ) આવૃતિઢોળાંકશ ( c ) આશૂનદાબ ( d ) પ્રસરણદાબ
( 22 ) સરળ રિંગ અને ગ્રિડલિંગ પ્રયોગને પ્રદશિત કરે છે છાલમાંથી અન્નવાહક દૂર થઈ જાય છે . આ પ્રયોગથી એ સિદ્ધ થાય છે કે અન્નવાહક ખોરાકના સ્થાનાંતરણનો પથ છે ફૂલેલો ભાગ દેખાય છે તેનું કારણ શું છે ?
( a ) રિંગ વિસ્તારની ઉપર ખાદ્ય પદાર્થનો સંચય થાય છે .
( b ) રિંગ વિસ્તારની ઉપર ખનિજ અને પાણીનો સંચય થાય છે .
( c ) રિપેરિંગ પ્રક્રિયાના કારણે
( d ) નુકસાન પામેલા ભાગમાં આશૂનતા પરિવર્તનથી
( 23 ) ગિડલિંગ પ્રયોગમાં વનસ્પતિનો કયો ભાગને દૂર કરવામાં આવે ?
( a ) પર્ણ( b ) પ્રકાંડ ( c ) અન્નવાહક પેશી ( d ) આપેલ તમામ
( 24 ) કઈ રચના એકકોષીય રચના છે ?
( a ) વાયુરંધ્ર ( b ) મૂળરોમ ( c ) હવાદાર છિદ્ર ( d ) મૂલાધિસ્તર
( 25 ) સાય s નું મૂલ્ય જેમ વધે , તેમ દ્રાવણની જલક્ષમતા . … .. …
( a ) વધે ( b ) ઘટે ( c ) વધ - ઘટ થયા કરે ( d ) કોઈ ફેર ન પડે
( 26 ) પાસપાસેના બે વનસ્પતિ કોષ માં x માં સાય s = -20 બાર અને સાય p = 8 બાર , જયારે માં ય માં સાય s = - 12 બાર અને સાય p = 2 બાર હોય , તો
( a ) પાણીનું વહન કોષ y થી કોષ x તરફ થાય .
( b ) કોષ x અને કોષ y વચ્ચે પાણીનું ચોખ્ખું પ્રસારણ થતું નથી .
( c ) પાણીનું વહન કોષ x થી કોષ y તરફ થાય .
( d ) કોષ x અને કોષ y વચ્ચે પાણીનો પ્રવાહ અટકી જાય .
( 27 ) શુદ્ધ પાણીમાં સાય s અને સાય w નું મૂલ્ય અનુક્રમે ...
( a ) 0 અને 100 ( b ) 0 અને 10 ( c ) 100 અને 0 ( d ) 100 અને 100
( 28 ) ખોટી જોડ પસંદ કરો .
( a ) સીમપોર્ટ – બે પ્રકારના અણુઓનું એક જ દિશામાં વહન
( b ) એન્ટિપોર્ટ – એક પ્રકારના અણુઓનું વિરુદ્ધ દિશામાં વહન
( c ) એન્ટિપોર્ટ –બે પ્રકારના અણુઓનું વિરુદ્ધ દિશામાં વહન
( d ) યુનિપોર્ટ – બે પ્રકારના અણુઓનું એકબીજાથી સ્વતંત્ર રીતે પટલમાંથી વહન
( 29 ) DPD = . ( DPD = પ્રસરણ દાબ તફાવત )
( a ) OP + TP ( b ) OP - TP ( c ) TP - OP . ( d ) OP x TP
( 30 ) રક્ષકકોષોમાં તંતુ શાના બનેલા હોય છે ?
( a ) સેલ્યુલોઝ ( b ) પ્રોટીન ( c ) લીપીડ ( d ) મેનોઝ
( 31 )પાસપાસેના કોષોનો વરસ શાના દ્વારા એકબીજાના સંપર્કમાં હોય છે ?
( a ) કોષરસ પટલ દ્વારા ( b ) કોષદીવાલ દ્વારા ( c ) કોષરસતંતુ દ્વારા ( d ) પક્ષ્મો કે કશા દ્વારા
( 32 ) બે ભિન્ન સાંદ્રતા ધરાવતાં દ્રાવણોને પાર્શમેન્ટ પેપરથી અલગ પાડવામાં આવે તો શું થાય ?
( a ) મંદદ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવ્યનું વહન થાય .
( b ) મંદદ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનું વહન થાય .
( c ) સાંદ્રદ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવ્યનું વહન થાય .
( d ) સાંદ્રદ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનું વહન થાય .
( 33 ) ફકત કોષદીવાલના માર્ગે થતાં પાણીના વહનપથને શું કહે છે ?
( a ) અપદ્રવ્ય પથ ( b ) સંદ્રવ્ય પથ ( c ) પારપટલ વહન ( d ) પ્રસરણ
( 34 ) કઈ ક્રિયા ઉષ્મા મુકત કરે છે ?
( a ) પ્રકાશસંશ્લેષણ ( b ) ઉત્તેદન ( c ) અંતઃચૂષણ ( d ) ૨ સારોહણ
( 35 ) ડેસ્કેન્શિયાના પર્ણના કોષને કયા દ્રાવણમાં મૂકતાં રસસંકોચન થાય .
( a ) અધિસાંદ્ર ( b ) અધોસાંદ્ર ( c ) સમસાંદ્ર ( d ) મંદદ્રાવણ
( 36 ) થિસલ ફનેલના પ્રયોગમાં આસૃતિની ક્રિયા બંધ થયા બાદ બીકમાં ખાંડનું દ્રાવણ ઉમેરતાં શું થાય ?
( a ) બીકરમાંના દ્રાવણની સપાટી નીચે ઊતરે .
( b ) થિસલ ફનલમાંના દ્રાવણની સપાટી ઊંચે ચઢે .
( c ) બીકરમાંના દ્રાવણની સપાટીમાં કંઈ ફેરફાર ન થાય .
( d ) થિસલ ફનલમાંના દ્રાવણની સપાટી નીચી ઊતરે .
( 37 ) નીચેનામાંથી કયા કોષમાં સાંદ્રતા વધુ હશે ?
( a ) અંતઃસ્તર ( b ) બાહ્યક ( c ) અધિસ્તર ( d ) મૂળરોમ ( d ) મેનોઝ
( 38 ) ચોમાસામાં લાકડાની ફેમ શા કારણે ફૂલી જાય છે ?
( a ) અંતઃઆકૃતિ ( b ) અંતઃચૂષણ ( c ) કેશાકર્ષણ ( d ) આસૃતિ
( 39 ) કોષને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકતા કોષમાં રસસંકોચન પ્રેરાય છે . આ પ્રકારના કોષમાં કોષદિવાલ અને કોષરસપટલ વચ્ચે શું હોય છે ?
( a ) સમસાંદ્ર દ્રાવણ ( b ) અધિસાંદ્ર દ્રાવણ ( c ) હવા ( d ) અધોસાંદ્ર દ્રાવણ
( 40 ) જયારે કોષને મીઠાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે કોષ શા કારણે સંકોચન પામે છે ?
( a ) કોષરસ વિઘટન પામે છે . ( b ) કોષદિવાલના ખનીજક્ષારો તૂટી જાય છે .
( c ) મીઠાનું સાંદ્ર દ્રાવણ કોષમાં પ્રવેશે છે . ( d ) બહિરાસૃતિના કારણે પાણી બહાર આવે છે .
( 41 ) વનસ્પતિકોષને પાણીમાં મૂકવામાં આવે ત્યારે પાણી , કોષમાં કયાં સુધી પ્રવેશે છે ?
( a ) કોષની અંદર અને બહાર દ્રાવણનું સંકેન્દ્રણ સંતુલન સ્થપાય ત્યાં સુધી
( b ) કોષ ફાટી ન જાય ત્યાં સુધી
( c ) પ્રસરણદાબનું સંતુલન કોષની અંદર અને બહાર સ્થપાય ત્યાં સુધી
( d ) કોષની અંદર અને બહાર પાણીનું સંકેન્દ્રણ સંતુલન સ્થપાય ત્યાં સુધી
( 42 ) ઉત્સવેદન વધુ કયારે હોય છે ?
( a ) ચોમાસું , વધુ ભેજ ( b ) ઉનાળો ( c ) વધુ તાપમાન ( d ) પવનની ઓછી ગતિ
( 43 ) નીચેનામાંથી કયારે ઉત્સવેદન સૌથી વધુ હશે ?
( a ) ભેજનું પ્રમાણ ઊંચું હોય ત્યારે
( b ) ભૂમિમાં પાણીનું પ્રમાણ વધુ હોય ત્યારે
( c ) ભેજનું પ્રમાણ નીચું , વધુ તાપમાન , રક્ષકકોષો આક્શન ( ખુલ્લા ) હોય , ભેજવાળી જમીન હોય ત્યારે
( d ) પવનની ગતિ ઓછી હોય ત્યારે
( 44 ) નીચેનામાંથી કઈ પ્રક્રિયા પર્ણોમાં થાય છે જેથી પર્ણોમાં તાપમાન નીચું રહે છે ?
( a ) શ્વસન ( b ) પ્રકાશસંશ્લેષણ ( c ) ઉસ્વેદન ( d ) જળવિભાજન
( 45 ) વાયુરંધ્રો ખૂલે છે ત્યારે રક્ષકકોષો કેવા હોય છે ?
( a ) આશુન હોય છે . ( b ) નરમ હોય છે . ( c ) મોટા હોય છે . ( d ) નાના હોય છે .
( 46 ) ઉત્સવેદન દર શેના પર આધારિત છે ?
( a ) વાયુરંધ્રોની સંખ્યા ( b ) વાયુરંધ્રોના સ્થાન ( c ) વાયુરંધ્રની સ્થિતિ ( d ) બધા જ
( 47 ) વાયુરંધ્રો શાના લીધે ખૂલે છે અને બંધ થાય છે ?
( a ) જનીનીક ઘડિયાળ ( b ) પર્ણમાં રહેલ વાયુદાબ ( c ) રક્ષકકોષોના આશૂનદાબ ( d ) એક પણ નહિ
( 48 ) કોને લીધે પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે ?
( a ) સંલગ્નબળ અને ઉત્તેદનદાબ ( b ) આશૂનતા ( c ) આવૃતિદાબ ( d ) એક પણ નહિ
( 49 ) મૂળદાબ સૌથી ઓછું કયારે થાય છે ?
( a ) ઉસ્વેદન વધુ અને શોષણ ઓછું હોય ત્યારે ( b ) ઉસ્વેદન અને શોષણ બંને વધુ હોય ત્યારે
( c ) ઉસ્વેદન ઓછું અને શોષણ વધુ હોય ત્યારે ( d ) ઉસ્વેદન અને શોષણ બંને ઓછાં હોય ત્યારે
( 50 ) મૂળ દ્વારા પાણીના શોષણ દરમિયાન કોષની જલક્ષમતા કોની જલક્ષમતા કરતાં ઓછી હોય છે ?
( a ) શુદ્ધ પાણી અને માટીના દ્રાવણ ( b ) શુદ્ધ પાણી અને માટીના દ્રાવણ બંનેમાંથી એક પણ નહિ
( c ) શુદ્ધ પાણી ( d ) માટીના દ્રાવણ
( 51 ) આરુતિ થવા માટે બંને દ્રાવણમાં દ્રાવકનું પ્રમાણ કેટલું હોવું જોઈએ ?
( a ) ગમે તેટલું ( b ) અસમાન ( c ) સમાન ( d ) દ્રાવકના પ્રમાણને આસૃતિ સાથે કોઈ સંબંધ નથી .
( 52 ) પાણીની અંતઃઆકૃતિ થાય છે તે ભરેલા કોષની જલક્ષમતા ……… હોય .
( a ) વધુ ( b ) સમાન ( c ) ઓછી ( d ) એક પણ નહિ
( 53 ) આશૂનતા વધવા સાથે કોષદીવાલના દબાણમાં શું ફેરફાર થશે ?
( a ) ઘટશે ( b ) વધશે ( c ) વધશે અને પછી ઘટશે ( d ) કોઈ જ ફેરફાર થશે નહીં
( 54 ) જો આશૂનતાદાબ અને આસૃતિદાબ સમાન હોય તો તે શું થાય ?
( a ) પાણી કોષમાંથી બહાર આવે છે . ( b ) પાણી કોષમાં પ્રવેશે છે .
( c ) પાણીની કોઈ પણ પ્રકારની આપ - લે ન થાય . ( d ) દ્રાવ્ય કોષની બહાર આવે .
( 55 ) ઉસ્વેદન શેના પર આધારિત છે ?
( a ) બાષ્પદબાણનો તફાવત ( b ) વાયુરંધ્રોના ખુલવાની સ્થિતિ
( c ) ( a ) & ( b ) બંને ( d ) લીલા પ્રકાશની પ્રાપ્તિ
( 56 ) મૂળદાબ શેના કારણે હોય છે ?
( a ) સક્રિય અભિશોષણ ( b ) પરોક્ષ અભિશોષણ ( c ) ઉત્તેદનમાં વધારો ( d ) પ્રકાશસંશ્લેષણમાં વધારો
( 57 ) વાયુરંધ્ર ખુલવામાં નીચેનામાંથી શું જવાબદાર છે ?
( a ) K + આયન ( b ) Ca + આયન ( c ) H + આયન ( d ) CI - આયન
( 58 ) વૃક્ષો વાતાવરણ સાથે પાણીની આપલે કોના દ્વારા કરે છે ?
( a ) રક્ષકકોષો ( b ) મધ્યપર્ણકોષો ( c ) વાયુરંધ્રો ( d ) બધા જ
( 59 ) ઉસ્વેદન દરમિયાન ગુમાવાનું પાણી કેવું હોય છે ?
( a ) શુદ્ધ પાણી ( b ) કાર્બનિક દ્રાવ્ય વધુ હોય તેવું પાણી
( c ) દ્રાવ્યક્ષારો વધુ હોય તેવુ પાણી ( d ) બધા જ
( 60 ) રક્ષકકોષો એ તંતુઓ ધરાવે છે .
( a ) બેલ આકાર ( b ) આયામ ( c ) અરિય ( d ) એક પણ નહિ
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box