Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 64 | CHAPTER 1 to 16

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 90 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -3600 3) ટેસ્ટ સમય - 90 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET  TEST  | STD -12  | ટેસ્ટ - 64 | CHAPTER 1 to 16

1.    કોષ્ઠનનું નિમણિ કઈ પદ્ધતિમાં થાય છે ?
A. દ્વિભાજન
B. બહુભાજન
C. બીજાણુનિર્માણ
D. કલિકાસર્જન

2.    કૂટપાદીય બીજાણુ કઈ પદ્ધતિમાં નિમણિ પામે છે ?
A. દ્વિભાજન
B. બહુભાજન
C. બીજાણુનિર્માણ
D. કલિકાસર્જન

3.    સફરજનના અર્ધીકરણ પામેલા કોષમાં કેટલાં રંગસૂત્રો હોય છે ?
A. 17
B. 34
C. 20
D. 10

4.    યુગ્મનજનો વિકાસ શરીરની બહાર થાય તેને શું કહે છે ?

A. અપત્યપ્રસવી
B. અંડપ્રસવી
C. અંડઅપત્ય પ્રસવી
D. જરાયુજનિર્માણ

5.    મહાબીજાણુ માતૃકોષમાંથી શું નિર્માણ થાય છે ?
A. ભૂણપુટ
B. પરાગરજ
C. પ્રદેહકીય  કોષકેન્દ્ર
D.પોષક સ્તર

6.    અંડકમાં અર્ધીકરણીય વિભાજનથી થતું સર્જન શું કહેવાય છે ?
A. બીજાણુજનક પેશી
B. મહાબીજાણુ માતૃકોષ
C. મહાબીજાણું
D. જનનકોષ

7.    કઈ વનસ્પતિમાં હાઇડ્રોફિલી ( જલપરાગનયન ) જોવા મળે છે ?

A. વેલિસનેરિયા
B. મકાઈ
C. ઘાસ
D. યુક્કા

8.    અંડપ્રસાધન શું ધરાવે છે ?
A. અંડકોષ + સહાયક કોષો
B. અંડકોષ + દ્વિતીય કેન્દ્રકોષ .
C . ત્રણ પ્રતિધ્રુવીય કોષો
D. સહાયક કોષો + દ્વિતીય કોષકેન્દ્ર

9.    હેપ્લોઇડ પાર્થેનોજેનેસીસ એટલે શું
A. ફ્લન વગર અંડકોષનો વિકાસ
B. ફલન વગર ફળનો વિકાસ
C. ફલન વગર બીજનો વિકાસ
D. ફલન સાથે અંડકોષનો વિકાસ

10.    આકૃતિમાં x માટે ક્યું વિધાન સાચું છે ?

A. દરેક પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય છે .
B. બે નર જન્યુઓ વિકાસ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે .
C. પરાગાસનનું અંકુરણ થતાં પરાગનલિકાનું નિર્માણ થાય છે .
D. પરાગનલિકા અંડકના અંડકછિદ્રમાં થઈને ભૂણપુટમાં પ્રવેશે છે .


11.    જાતિને આધારે માનવ ક્યા પ્રકારનું પ્રાણી છે ?
A. એકલિંગી અને અંડપ્રસવી
B.એકલિંગી અને અપત્યપ્રસવી
C .દ્વિલિંગી અને અંડપ્રસવી
D. દ્વિલિંગી અને અપત્યપ્રસવી

12.    આઠ - સોળકોષીય ગર્ભને ' ' ' ' ' ' ' ' ' ' ' કહે છે .
A. ભ્રુણ
B. ફલિતાંડ
C . મોરુલા
D. ગર્ભકોષ્ઠ કોથળી

13.    નર જાતીય અંતઃસ્ત્રાવનો સાવ કયા કોષો કરે છે ?
A. જનન કોષ
B. સરટોલી કોષ
C. A અને B બંને
D.આંતરાલીય કોષ

14.    ફલન દરમિયાન અંડકોષ કઈ અવસ્થામાં હોય છે ?
A. પ્રાથમિક પૂર્વઅંડકોષ
B. દ્વિતીયક પૂર્વઅંડકોષ
C. A અને B બંને
D. ધ્રુવકાય

15.    દ્વિતીયક પૂર્વઅંડકોષ ક્યા વિભાજનને અંતે બને છે ?
A. સમવિભાજન
B.અર્ધીકરણ - 1
C. અર્ધીકરણ  - II
D. અસમભાજન

16.    દ્વિતીયક પૂર્વઅંડકોષની બહાર આવેલા ઘટ્ટ જેલીયુક્ત આવરણને શું કહે છે ?
A. કાર્પસ લ્યુટિયમ
B. ગ્રાફિયન ફોલિકલ
C. ઝોના પેલ્યુસિડા
D. આંતરાલીય કોષસમૂહ

17.    નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?
A. IUDs સામાન્ય રીતે ઉપયોગકર્તા તેણી સ્વયં દાખલ કરે છે .
B. IUDs ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણમાં વધારો કરે છે .
C. IUDs જન્યુકોષજનનમાં ઘટાડો કરે છે .
D. IUDs એક વખત ગર્ભાશયમાં દાખલ કર્યા બાદ બદલવાની જરૂર રહેતી નથી .

18.    નીચેના પૈકી કયા જાતીય સંક્રમિત રોગો વિશિષ્ટ રીતે પ્રજનનાંગોને અસર કરતા નથી ?
A. ક્લેમાડિયાસિસ અને
B. જનનાંગીય મસા અને હિપેટાઇટિસ- B
C. સિફિલિસ અને જનનાંગીય હર્પિસ
D. AIDS અને હિપેટાઇટિસ- B

19.    નીચેના પૈકી કઈ ગર્ભ અવરોધન પદ્ધતિમાં અંતઃસ્ત્રાવની ભૂમિકા સંકળાયેલી છે ?
A. દુગ્ધસવણ ઍમેનોરિયા , પિલ્સ , આપાતકાલીન ગર્ભનિરોધક
B. અંતરાય પદ્ધતિ , દુગ્ધસવણ ઍમેનોરિયા , પિલ્સ
C. CuT , પિલ્સ , આપાતકાલીન ગર્ભનિરોધક
D. પિલ્સ , આપાતકાલીન ગર્ભનિરોધક , અંતરાય પદ્ધતિ

20.    સ્ત્રી - નસબંધી ( Tubectomy ) વંધ્યીકરણની શસ્ત્રક્રિયા છે તેમાં
A. શુક્રવાહિનીનો નાનો ભાગ કાપીને દૂર કરવામાં આવે છેડા બંધ કરાય .
B. ગર્ભાશયને શસ્ત્રક્રિયા વડે દૂર કરવામાં આવે છે .
C . બંને અંડવાહિનીના નાના ભાગ કાપી દૂર કરાય કે છેડા બંધ કરાય છે .
D. અંડપિંડને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે .

21.    કોલમ I અને કૉલમ II ની તદન સાચી જોડ દેશવિતો વિકલ્પ પસંદ કરો .
          કોલમ I                               કોલમ II 
1. અંતઃસ્ત્રાવી પિન્ન           a. પ્રજનનકોષોનું સંયોજન અટકાવે
2. શુકકોષનાશક               b . પુરુષ - નસબંધી
3. નિરોધ                         c . કુદરતી પદ્ધતિ અને નહિવત્ આડઅસરો
4. વંધ્યીકરણ                   d . ઑક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધે અને શુક્રકોષો ને મારી નાંખે છે
5. ગર્ભધારણનો અટકાવ  e . અંડપિંડમાંથી અંડકોષપાતને અવરોધે
A. ( 1 - d ) . ( 2 - e ) . ( 3 - c ) , ( 4 - b ) , ( 5 - a ) .
B. ( 1 - c ) . ( 2 - b ) , ( 3 - a ) . ( 4 - d ) . ( 5 - e ) .
C. ( 1 - e ) , ( 2 - d ) , ( 3 - a ) , ( 4 - b ) , ( 5 - c ) .
D. ( 1 - a ) , ( 2 - d ) . ( 3 - b ) , ( 4 - c ) , ( 5 - e ) .

22.    કોના અધ્યયનની મદદથી પિતૃઓ દ્વારા જન્યુઓનું ઉત્પાદન , ફલિતાંડનું નિર્માણ  , F1 , અને F2 સંતતિના છોડને સમજી શકાય છે ?
A. વેન આકૃતિ
B. પાઈ આકૃતિ
C. પિરામિડ આકૃતિ
D. પુનેટ સ્કવેર

23.    નીચેના પૈકી કઈ જનીનિક સ્થિતિમાં વ્યક્તિનો દરેક કોષ XXY લિંગી રંગસૂત્રો ધરાવતો અસરગ્રસ્ત બને છે ?
A. ટર્નર્સ સિન્ડ્રોમ
B. થેલેસેમિયા
C. ક્લાઈનફેલ્ટર્સ સિન્ડ્રોમ
D. ફિનાઇલકીટોન્યુરિયા

24.    શ્વાન પુષ્પ ( Antirrhinum sp . ) લાલ પુષ્પનું સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરતાં F1 સંતતિમાં ગુલાબી પુષ્પ મળે છે . જ્યારે ગુલાબી પુષ્ય ધરાવતી F1 સંતતિમાં સ્વલન કરાવતાં પેઢીમાં સફેદ , લાલ અને ગુલાબી પુષ્પો મળે છે . નીચેના પૈકી ખોટું વિધાન શોધો .
A. આ પ્રયોગ પ્રભુતાના નિયમનું પાલન કરતો નથી .
B. F1 માં ગુલાબી પુષ્પ  અપૂર્ણ પ્રભુતા સૂચવે છે .
C. F2 માં ગુણોત્તર પ્રમાણ 1/4 ( લાલ ) : 2 / 4 ( ગુલાબી ) 1/4( સફેદ )
D. આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી .

25.    કઈ જનીનિક અનિયમિતતામાં અલ્પવિકસિત સ્તન ( Gynaeco mastic ) , વંધ્ય અને અલ્પ   સ્નાયુ વિકાસ જોવા મળે છે ?
A. ટર્નર્સ સિન્ડ્રોમ
B. ક્લાઇનફેલ્ટર્સ સિન્ડ્રોમ
C. એડવર્ડ સિન્ડ્રોમ
D. ડાઉન્સ સિન્ડ્રોમ

26.   આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો : વિધાન X : પિતા રંગઅંધ છે . વિધાન Y : તેની પુત્રી રંગઅંધતા માટે વાહક અથવા રંગઅંધ હોઈ શકે છે .
A. X અને Y બંને ખોટાં છે .
B. X સાચું અને Y ખોટું છે .
C .Y સાચું અને X ખોટું છે .
D. X અને Y બંને સાચાં છે .

27.    નીચે પૈકી કઈ લાક્ષણિક્તાઓ મનુષ્યમાં રુધિરજૂથના વારસાગમનનું પ્રતિનિધિત્વ કરે છે ? P. પ્રભુતા  q . સહપ્રભુતા  r . બહુવૈકલ્પિક કારકો s . અપૂર્ણ પ્રભુતા   t . બહુજનીનિક આનુવંશિકતા
A. q , r અને t
B. q, s અને t
C. p, q અને r
D. p . r અને t

28.    નીચેના પૈકી કયુ હીમોફિલિયા માટે સૌથી યોગ્ય રજૂઆત કરે છે ?
A. પ્રભાવી જનીન સંબંધિત ખામી
B. પ્રચ્છન્ન જનીન સંબંધિત ખામી
C. X સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી
D. રંગસૂત્રીય અનિયમિતતા

29.    સજીવોનું મુખ્ય જનીનદ્રવ્ય.......
A. RNA
B. DNA
C . RNA અને DNA બંને
D. આપેલ પૈકી એક પણ નહીં

30.    ન્યુક્લિઈક ઍસિડ ધરાવનાર........... છે .
A. વાઇરસ
B. બૅકટેરિયા
C. સસ્તનો
D. જીવોનાં બધાં જ સ્વરૂપો

31.    DNA ઉપરની માહિતી RNA ઉપર વહન કરવાની રીતને શું કહે છે ?
A. પ્રત્યાંકન  
B. ભાષાંતર
C. ટ્રાન્સડકશન
D. સ્થળાંતરણ

32.    જનીનો શાનું નિયંત્રણ કરે છે ?
A. વારસાનું પણ પ્રોટીનસંશ્લેષણનું નહીં
B. કેટલાક ઉત્સેચકોની જૈવિક પ્રક્રિયાઓનું
C. પ્રોટીનસંશ્લેષણ અને આનુવંશિકતાનું
D. પ્રોટીનસંશ્લેષણ પણ આનુવંશિકતાનું નહીં

33.    પ્રોટીનસંશ્લેષણ કોની સપાટી પર થાય છે ?
A. DNA
B. કણાભસૂત્રો
C. કોષકેન્દ્ર
D. રિબોઝોમ્સ

34.    પ્રતિસંકેતો કોની સાથે જોડાયેલા હોય છે ?

A. t - RNA
B. r - RNA
C. m - RNA
D. DNA

35.    વિધાન A : DNA ન્યુક્લિઓટાઈડનો પૉલિમર છે .કારણ R : પ્રત્યેક ન્યુક્લિઓટાઇડ નાઇટ્રોજન બેઇઝ , ડિઑક્સિરિબોઝ શર્કરા અને ફૉસ્ફેટ  ધરાવે છે . વિધાન A અને કારણ R માટે ક્યો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે .
B. A અને R બંને ખોટાં છે .
C. A ખોટું છે અને R સાચું છે .
D. A સાચું છે અને R ખોટું છે .

36.    ઑસ્ટ્રેલિયાના માર્સ્યુંપિયલ કઈ બાબત સમજાવે છે ?
A. અનુકૂલિત શાખાઓ
B. અનુકૂલિત પ્રસરણ
C , સમકાલીન પ્રસરણ
D. આપેલ પૈકી એક પણ નહિ '

37.     નિએન્ડરથલ માનવની મસ્તિષ્કક્ષમતા જણાવો .
A. 1100 CC
B. 1200 CC
C. 1300 CC
D. 1400 CC

38.     અંત : સ્થ રચનાકીય અસમાન પરંતુ કાર્યની દષ્ટિએ સમાન અંગોને શું કહે છે ?
A. કાર્યસદશ અંગો
B. જોડતી કડી
C. અવશિષ્ટ અંગો
D. સમમૂલક અંગો

39.    હ્યુગો - દ્  - વ્રિસ વૈજ્ઞાનિકે કઈ વનસ્પતિ પર પ્રયોગો કરી વિકૃતિનો ખ્યાલ આપ્યો ?
A. ઇવનિંગ પ્રાઈમરોઝ
B. બોગનવેલ
C. હર્બેસિયસ લાયકોપોડ્સ
D. આર્બોરેસેન્ટ લાયકોપોડ્સ

40.    સાચી જોડ શોધો :
A. જનીન - આવૃત્તિ – મેન્ડેલિયન વસતિમાં હાજર કુલ જનીનો
B. જનીન - વિચલન - તક દ્વારા જનીન - પ્રમાણમાં થતો ફેરફાર
C. જનીન - પ્રવાહ – વસતિમાં રહેલ જનીન -પ્રમાણ
D. જનીન - સેતુ – એક વસતિમાંથી બીજી વસતિમાં જનીનની ફેરબદલ .

41.    ઑપેરિન - હાલ્ડેન સિદ્ધાંત આ બાબત સૂચન કરે છે .
A. જીવની ઉત્પત્તિ કાર્બનિક દ્રવ્યોમાંથી થઈ છે .
B. જીવની ઉત્પત્તિ અકાર્બનિક દ્રવ્યોમાંથી થઈ છે .
C. જીવની ઉત્પત્તિ જૈવિક અણુમાંથી થઈ છે .
D. જીવની ઉત્પત્તિ જીવમાંથી થઈ છે .

42.    ચેપ કે પરજાત હાજરીથી યજમાનમાં ઉત્પન્ન થતો ઘટક પદાર્થ કયો છે ?
A. ઍન્ટિટૉક્સિન
B. ઉત્સેચક
C. પ્રતિદ્રવ્ય
D. પ્રતિજન

43.    ઍન્ટિબૉડીના અણુમાં કેટલી પેપ્ટાઇડ શૃંખલા હોય છે ?
A. બે
B. ચાર
C. છ
D. આઠ

44.    કઈ ઉપાર્જિત પ્રતિકારકતામાં તૈયાર ઍન્ટિબૉડીનો યજમાન શરીરમાં પ્રવેશ કરાવાય છે ?

A. સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા
B. સ્વપ્રતિરક્ષિત પ્રતિકારકતા
C. જન્મજાત પ્રતિકારકતા
D. નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા


45.    વિધાન A : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે.  કારણ R : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .

46.     .......... ઉત્સાહવર્ધક ગોળી તરીકે અને........ ઊંઘની ગોળી તરીકે ઓળખાય છે .
A. કોડીન , કોકેઇન
B. આલ્કેલૉઇડ , આલ્કાઇન
C. ઍમ્ફિટેમાઇન , બાર્બીટ્યુરેટ
D. THC , લસડ

47.      એકકોષીય પ્રોટીનનું ઉત્પાદન ક્યા સજીવમાંથી કરવામાં આવે છે ?
A. કીટકો
B. વનસ્પતિ
C. સૂક્ષ્મ જીવો
D. પ્રાણીઓ

48.      નીચેનામાંથી સાચાં વિધાનો શોધો :
( 1 ) દરિયાઈ નિવાસસ્થાનોની વનસ્પતિ અને પ્રાણીઓના  ઉત્પાદનોમાં વધારો કરવા આધુનિક પદ્ધતિઓનો અમલ  કરવામાં આવે છે .
( 2 ) કટલા , રોહુ , મ્રિગલ , હિલ્સા , પોમ્ફ્રેટ મીઠા જળની  માછલીઓ છે .
( 3 ) હિલ્સા , સારડીન , રોહુ , મ્રિગલ દરિયાઈ ખાદ્ય માછલીઓ છે .
( 4 ) મત્સ્ય ઉદ્યોગ ખારા પાણીનો અથવા મીઠા પાણીનો હોય છે .
A. માત્ર ( 1 )
B. ( 1 ) અને ( 4 )
C. માત્ર ( 3 )
D. ( 2 ) અને ( 3 )

49.     નીચેનામાંથી એકકોષજન્ય પ્રોટીન માટે શું સાચું છે ?
A. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ હોતા નથી .
B. તેનો ઉપયોગ પર્યાવરણીય પ્રદૂષણ વધારે છે .
C. તે પ્રોટીન પોષણ માટેનો વૈકલ્પિક સ્રોત છે .
D. લીલનો એકકોષજન્ય પ્રોટીનમાં ઉપયોગ થઈ શકે નહિ .

50.     વિધાન A : વનસ્પતિ - સંવર્ધન દ્વારા જનીનિક ભિન્નતા ધરાવતી સુધારેલી જાતો મેળવી શકાય છે . વિધાન R : વનસ્પતિ - સંવર્ધનના મુખ્ય હેતુઓ પ્રાણી - સંવર્ધન જેવા જ છે . વિધાન A અને R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. વિધાન A અને R બંને સાચાં છે અને વિધાન R એ વિધાન A ની સાચી સમજૂતી છે .
B. વિધાન A અને R બંને સાચાં છે , પરંતુ વિધાન R એ વિધાન A ની સાચી સમજૂતી નથી .
C. વિધાન A સાચું છે અને વિધાન R ખોટું છે .
D. વિધાન A અને R બંને ખોટાં છે .

51.     આ પદ્ધતિ દ્વારા ખૂબ ઓછા સમયમાં નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ મોટી સંખ્યામાં વનસ્પતિઓનું પ્રસર્જન મેળવવું શક્ય છે .
A. જીવરસ સંયોજન
B. બાયોફોર્ટિફિકેશન
C. સૂક્ષ્મ - પ્રવર્ધન
D. વાનસ્પતિક પ્રસર્જન

52.     ઢોંસા , ઈડલી જેવા ખાદ્ય પદાર્થો બનાવવા કયા સૂક્ષ્મ જીવો મહત્ત્વના છે ?
A. મૉનોટ્રોપસ બૅકટેરિયા
B. લેક્ટિક ઍસિડ બૅકટેરિયા
C. રાઇઝોબિયમ બૅકટેરિયા
D. એઝેટોબૅકટેરિયા

53.    ઍસેટિક ઍસિડનું ઉત્પાદન ક્યા સૂક્ષ્મ સજીવ દ્વારા મેળવાય છે ?
A.લેક્ટોબેસિલસ
B. એસીટોબૅક્ટર એસેટી
C. એસ્પરજીલસ નાઇઝર
D. ક્લૉસ્ટ્રિડિયમ બુટીરિકમ

54.    સ્વિસ ચીઝ કયા બૅકટેરિયાની મદદથી તૈયાર કરવામાં આવે છે ?
A. પ્રોપિયોનીબૅકટેરિયમ શાર્મા ની
B. લેક્ટોબેસિલસ બૅકટેરિયા
C. સાયનોબૅકટેરિયા
D. રાઇઝોબિયમ

55.    સુએજ ટ્રીટમેન્ટમાં કઈ પ્રક્રિયા દ્વારા માટી કે નાની કાંકરીઓ  દૂર કરવામાં આવે છે ?
A. ગાળણ દ્વાર
B. અવસાદન દ્વારા
C. ગાળણ અને અવસાદન દ્વારા
D. રાસાયણિક પ્રક્રિયા દ્વારા

56.    BOD નું પ્રમાણ વધારે તેમ ........

A. પાણીની પ્રદૂષણમાત્રા વધારે
B. પાણીની પ્રદૂષણમાત્રા ઓછી
C. A અને B બંને
D. પાણીની શુદ્ધતા વધારે

57.    ખૂબ જ અગત્યના ક્લોનિંગ વાહકો છે .
A. કોસ્મિડ્
B. પ્લાસ્મિડ્સ
C. પ્લાસ્મિડ્સ અને બૅકટેરિયોફેજીઝ
D. પુનઃસંયોજિત DNA

58.    બાયોટેક્ નોલૉજીની કઈ પ્રક્રિયા સજીવના ન્યુક્લિઇક ઍસિડમાં ફેરફાર ( સુધારો ) સૂચવે છે ?

A. જનીન એન્જિનિયરિંગ
B. જનીન સ્થાનાંતર
C. જીનેટિક ઇન્ફર્મેશન
D. જીનેટિક એન્જિનિયરિંગ

59.    નીચેનામાંથી કયા તબક્કાઓ DNA પુનઃસંયોજન ( Recombi nation ) ટેક્નોલૉજીના જરૂરી ભાગરૂપ છે ?
A. DNA ટુકડાનું વાહકમાં સ્થાપન
B. વાહકનું બૅકટેરિયામાં સ્થાપન
C. પુનઃસંયોજિત અણુ ધરાવતી પ્રતિકૃતિઓનું ગુણન
D. આપેલ તમામ

60.     DNA ની અનુવાદિત ( Copy ) સંખ્યાનું નિયંત્રણ કરવા માટે કયો ક્રમ જવાબદાર છે ?
A. રેપ્લિકેશનની ઉત્પત્તિ
B. પસંદગીમાન સ્થાન ( Marker )
C. પ્રતિકૃતિ સ્થાન
D. રિસ્ટ્રિક્શનની ઉત્પત્તિ

61.    Ti પ્લાસ્મિડ  મદદકર્તા છે ...
A. પ્રાણીકોષોના નવા જનીન લાવવા માટે
B. વનસ્પતિકોષોમાં જનીન સ્થાનાંતર માટે
C. વનસ્પતિકોષોમાં ટ્યુમર કોષો લાવવા માટે
D. આપેલ તમામ

62.    રિકોમ્બિનન્ટ DNA ટેક્નોલૉજી પ્રક્રિયાનું પ્રથમ પગથિયું કયું છે ?
A. વિનૈસર્ગિકૃત ( વિકૃત ) DNA
B. ક્રમિક ગોઠવણી
C. દાતા DNA નું અલગીકરણ
D. ઊતરતો પ્રવાહ

63.     પોલિયો રસીની સુરક્ષા પરીક્ષણ માટે કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?
A. પારજનીનિક વાનર
B. પારજનીનિક ઉંદર
C. પારજનીનિક ગાય
D. પારજનીનિક ભૂંડ

64.     જનીનિક રીતે રૂપાંતરિત સજીવ કોના દ્વારા અવરોધક સહનશીલ છે ?
A. ઉષ્મા
B. જીવાણુ ( બેકટેરિયા )
C. જંતુઓ
D. આપેલ તમામ

65.     નીચેનામાંથી કયા કીટકો પાકના નુકસાન માટે જવાબદાર છે ?
A. તીતીઘોડા
B. બીટલ
C. બોલવર્મ
D. આપેલ તમામ

66.    વનસ્પતિમાં Bt જનીન દાખલ કરતા તેમાં કયું લક્ષણ પ્રેરાય છે ?
A. દુષ્કાળ પ્રતિરોધકતા
B. ક્ષાર સહનશીલતા
C. કીટ - પ્રતિરોધકતા
D. ઉષ્મા સહનશીલતા

67.     ટ્રાન્સજનિક સજીવ કઈ રીતે બને છે ?
A. બે સંકરિત સજીવો વચ્ચે સંકરણ
B. રસાયણો દ્વારા વિકૃતિ પ્રેરીને
C. વિદેશી જનીન દાખલ કરીને
D. એક જ સજીવના દૈહિક કોષોના જનીનોનું સંકરણ કરીને

68.      ટ્રાન્સજેનિક ગાયના દૂધમાં આલ્ફાલૅક્ટાઆલ્બ્યુમિનનું પ્રમાણ કેટલું હતું ?
A. 4.4 ગ્રામ / લિટર
B. 2.4 ગ્રામ / લિટર
C. 3.4 ગ્રામ / લિટર
D , 5.4 ગ્રામ / લિટર

69.     જીવવિજ્ઞાન ક્ષેત્રે આપણી પ્રવૃત્તિઓનું નિયમન જૈવિક દુનિયા સાથે કરતા સિદ્ધાંતોનો સમૂહ એટલે... 
A. માન્યતા
B. સિદ્ધાંત
C. બાયોએથિક્સ
D. નિયમો

70.     જૈવિક પરિસ્થિતિકીમાં કયા અભ્યાસનો સમાવેશ થાય છે ?
A. એક જાતિની ફક્ત એક જ વસતિના સભ્યોના પરસ્પર આંતરઅવલંબન
B. એક જાતિની વિવિધ વસતિના સભ્યોની પરસ્પર આંતરક્રિયાઓ
C. વિવિધ જાતિની વસતિના સભ્યોની પરસ્પર આંતરક્રિયાઓ
D. વિવિધ જાતિની વસતિના સભ્યોની ફક્ત એક જ જાતિ સાથે આંતરક્રિયાઓ

71.     + અને - સ્થિતિની પારસ્પરિક આંતરજાતીય પ્રક્રિયા કયા જીવનસંબંધમાં જોવા મળે છે ?
A. પરોપજીવન અને પ્રતિજીવન
B. પરોપજીવન અને પરભક્ષણ
C. સહોપકારિતા અને પરોપજીવન
D. સહોપકારિતા અને પ્રતિજીવન

72.     વસતિના વૃદ્ધિમાપનનું સૂત્ર શું છે ?
A. Nt = No - B + I - D - E
B. Nt. = No - B + I - D + E
C. Nt  = No + B - D - I - E
D. Nt + 1 = Nt + [ ( B + I ) – ( D + E ) ]

73.     “ સસ્તનો વાતાવરણની ગરમી સામે પરસેવા દ્વારા શરીરના તાપમાનનું નિયંત્રણ કરે છે . " આ બાબત અજૈવ પરિબળ પ્રત્યેની પ્રતિક્રિયા સંદર્ભે કયા પ્રકારના પ્રાણી ગણાય ?
A. પ્રતિકૂળ સ્થિતિને મુલતવી રાખનાર
B. પ્રતિકૂળ સ્થિતિને અનુસરતાં
C. પ્રતિકૂળ સ્થિતિનું નિયમન કરતાં
D. આપેલ પૈકી એક પણ નહીં

74.     વિધાન X : ગેલાપેગસ ટાપુ ઉપર એબિંગ્ડન  કાચબાનો એક જ દાયકામાં નાશ થયો છે .
વિધાન Y : ટાપુ પર દાખલ થયેલી બકરીઓની નાની ઘાસની કુંપળો ખાવાની ક્ષમતા વધુ હોય છે .
વિધાન Z : એબિંગ્ડન કાચબાઓ બદલાયેલાં તાપમાન સાથે અનુકૂલન સાધી ન શક્યા .
આપેલાં વિધાનો X , Y અને Z માટે ક્યો વિકલ્પ સાચો છે ?

A. X અને Y સાચાં છે . Z ખોટું છે અને Y એ X ની સાચી સમજૂતી આપે છે .
B. X , Y સાચાં છે અને Z ખોટું છે અને Y એ x ની સાચી સમજૂતી નથી .
C. X , Y અને Z સાચાં છે તથા Y અને Z એ X નાં સાચાં કારણો છે .
D. X અને Z સાચાં છે અને Y ખોટું છે .

75.     અનુક્રમણની ચરમ અવસ્થામાં જૈવસમાજ .......
A. વસવાટમાં પ્રવેશ મેળવે
B. વસવાટમાં સ્થળાંતર પામે
C. વસવાટમાં અસ્થાયી બને
D. વસવાટમાં સ્થાયી બને

76.     કોઈ પણ વસાહત પછી તે સ્થલજ હોય કે જલજ હોય , તેના પર સૌપ્રથમ વાર થતા અનુક્રમણને શું કહેવાય ?
A. પ્રાથમિક અનુક્રમણ
B. જલસંચક્ર અનુક્રમણ
C. દ્વિતીય અનુક્રમણ
D. સ્થલજ અનુક્રમણ

77.     વિઘટકો માટેનો ઊર્જાનો સ્રોત જણાવો .
A. કેટલાક પોષક સ્તરો
B. પ્રાથમિક ઉપભોક્તાઓ
C. ઉત્પાદકો
D. મૃતદેહ અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યો

78.     પ્રકાશસંશ્લેષી બૅકટેરિયા........
A. સ્વયંપોષી છે , છતાં વિઘટકો છે .
B. સ્વયંપોષી છે અને ઉત્પાદકો છે .
C. સ્વયંપોષી છે , છતાં ઉપભોગીના સ્તરે છે .
D. સ્વયંપોષી છે , છતાં કોઈ પોષક સ્તરે નથી.

79.     ઉત્પાદકો દ્વારા દેહધાર્મિક ઉપયોગ બાદ બાકી રહેલ ઊર્જાને શું કહે છે ?
A. પ્રાથમિક ઉત્પાદન
B. સરેરાશ પ્રાથમિક ઉત્પાદન
C. કુલ પ્રાથમિક ઉત્પાદન
D. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન

80.     વિઘટન ક્રિયાના તબક્કા માટે ખોટી જોડ કઈ છે ?
A. અવખંડન - મૃતભક્ષી પ્રાણીઓ
B. ધોવાણ - મૃતભક્ષી કૃમિઓ
C. અપચય - બાહ્યકોષીય ઉત્સેચકો
D. ખનીજીકરણ – ક્ષાર અને આયનો પ્રાપ્ય સ્વરૂપ

81.     નવસ્થાન જાળવણી કેવી રીતે કરી શકાય ?
A. અભયારણ્ય
B. પ્રાણીસંગ્રહાલયો
C. રાષ્ટ્રીય ઉદ્યાન
D. આપેલ પૈકી એક પણ નહીં

82.     પોતાના સામાન્ય વસવાટને બદલે તેના સમકક્ષ અને સુરક્ષિત વસવાટમાં જૈવવૈવિધ્ય જાળવવાનો અભિગમ એટલે.......
A. In vitro સંરક્ષણ
B. Ex plant સંરક્ષણ
C. Ex situ સંરક્ષણ
D. In situ સંરક્ષણ

83.    ભવિષ્યમાં ઉપયોગ માટે પરાગરજનિધિ , DNA સંચય રચવી અને પ્રજનનકોષોની શીત જાળવણી કરવાનો અભિગમ એટલે.......
A. સ્વસ્થાન સંરક્ષણ
B. નવસ્થાન સંરક્ષણ
C. સુરક્ષિત સંરક્ષણ
D. આરક્ષિત સંરક્ષણ

84.     સ્પેશીએશન એટલે કે......
A. ઉદ્રિકાસને કારણે નવી જાતિનું નિર્માણ
B. વિકૃતિને કારણે નવી જાતિનું નિમણિ
C. અલગીકરણને કારણે નવી જાતિનું નિર્માણ
D. પ્રજનન દ્વારા નવી જાતિનું નિર્માણ

85.     સહલુપ્તતા એટલે કે .........
A. મૂળ જાતિઓ લુપ્ત થઈ જવી .
B. જરૂરિયાત લોલુપતામાં પરિણમે .
C. સજીવોના વસવાટમાં વિઘ્ન આવવું .
D. યજમાન લુપ્ત થાય તો તેની સાથે સંકળાયેલ જાતિ પણ લુપ્ત થાય .

86.     પારજાંબલી વિકિરણો સજીવો માટે હાનિકારક છે , કારણ કે ...
A. સજીવોના DNA અને પ્રોટીન પારજાંબલી કિરણોનું શોષણ કરે છે ત્યારે તેની ઊંચી ઊર્જાથી આ અણુઓના રાસાયણિક બંધ તૂટે છે .
B. સજીવોની ત્વચા પર દાહક અસર કરી ચાંદા સર્જે છે .
C. સજીવોના શરીરનું તાપમાન વધારી ચયાપચય ખોરવે છે .
D. સજીવો પર કિરણોત્સર્ગની અસરથી ઘાતક અસર સર્જે છે .

87.    પીવા માટે ઉપયોગી પાણીમાં BOD મૂલ્ય.........
A. 1 કરતાં ઓછું હોવું જોઈએ
B. 1 કરતાં વધારે હોવું જોઈએ
C. 1.5 કરતાં વધુ હોવું જોઈએ
D. 2.2 કરતાં ઓછું હોવું જોઈએ

88.    વૈશ્વિક તાપમાનના વધારાનું નિયંત્રણ કરવાનાં પગલાંમાં કર્યું અસંગત છે ?
A. અશ્મી બળતણનો ઉપયોગ ઘટાડી ગ્રીનહાઉસ વાયુનો વધારો અટકાવવો .
B. નાઇટ્રોજનયુક્ત ખાતરનો મર્યાદિત ઉપયોગ કરવો .
C. વનસ્પતિ આવરણ વધારી CO2નો પ્રકાશસંશ્લેષણમાં ઉપયોગ વધારવો .
D. રેફ્રિજરેટર તેમજ ઍરકન્ડિશનરનો ઉપયોગ વધારવો .

89.      ધી એન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન ઍક્ટ ( 1986 ) માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
A. જંતુનાશક દવાઓના ઉત્પાદન , વેચાણ અને ઉપયોગનાં ધોરણ નિર્ધારિત કરતો કાયદો છે .
B. તમામ પ્રકારના પ્રદૂષણના નિયંત્રણ માટેના ધોરણ નિર્ધારિત કરતો કાયદો છે .
C. માત્ર વાતાવરણની હવાની ગુણવત્તા અને તેના પ્રદૂષણના નિયંત્રણ માટેનો કાયદો છે .
D. માત્ર ઔદ્યોગિક એકમો દ્વારા થતા પ્રદૂષણને અટકાવતો કાયદો છે .

90.     વિધાન X : ઇલેક્ટ્રિક અને સૂર્ય - ઊર્જામાંથી ચાલતાં વાહનો હવાઈ પ્રદૂષણના નિયંત્રણ માટે આવશ્યક છે. વિધાન Y : સ્ક્રબર્સથી નાઇટ્રોજન ઑક્સાઇડ વાયુ - પ્રદૂષણનું નિયંત્રણ કરી શકાય છે .
વિધાન Z : વાહનવ્યવહાર વિભાગમાં સૌથી વધુ ઊર્જાનો ઉપયોગ દિલ્લીમાં થાય છે .
આપેલાં વિધાનો X , Y , અને Z માટે ક્યો વિકલ્પ સાચો છે ?

A. વિધાન X , Y સાચાં અને Z ખોટું છે .
B. વિધાન X , Z સાચાં અને Y ખોટું છે .
C . વિધાન X , Y ખોટાં અને Z સાચું છે .
D. વિધાન x , Z ખોટાં અને Y સાચું છે .

                     ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================




ANSWER KEY

1.C  2.C  3.A  4.B  5.A  6.C  7.A  8.A  9.C  10.D  11.B  12.C  13.D  14.B 
15.B  16.C  17.B  18.D  19.A  20.C  21.C  22.D  23.C  24.D  25.B  26.D 
27.C  28.C  29.B  30.D  31.A  32.C  33.D  34.A  35.A  36.B  37.D  38.A 
39.A  40.B  41.A  42.C  43.B  44.D  45.A  46.C  47.C  48.B  49.C   50.B 
51.C  52.B   53.B  54.A  55.B  56.A  57.C  58.D 59.D  60.A  61.B   62.C
63.B  64.D  65.D  66.C  67.C  68.B   69.C   70.C  71.B  72.D  73.C  74. A
75.D  76.A  77.D  78.B 79.D  80.B  81.B  82.C  83.B  84.A  85.D  86.A  87.A 
88. D  89. B  90. B


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad