Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -5 | ટેસ્ટ - 44| ધોરણ -11
1. જો પ્રાથમિક મૂળનો વિકાસ સતત થયા જ કરે તો તેને કેવા પ્રકારનું મૂળતંત્ર કહે છે ?
( a ) દ્વિતીયક મૂળ ( b ) તંતુમય મૂળ ( c ) સોટીમય મૂળ ( d ) અવલંબન મૂળ
2. શ્વસનમૂળ કઈ વનસ્પતિમાં હોય છે ?
( a ) રેતાળ જમીનમાં ઊગતી ( b ) ખારા પાણીવાળી જમીનમાં ઊગતી
( c ) ભેજવાળી જમીનમાં ઊગતી ( d ) પાણીવાળી જમીનમાં ઊગતી
3. કઈ વનસ્પતિ શ્વસનમૂળ ધરાવે છે ?
( a ) ગળો ( b ) પાઇનસ ( c ) રાઇઝોફોરા ( d ) આમાંથી એક પણ નહિ
4. આદિમૂળના વિકાસથી શું બને છે ?
( a ) તંતુમય મૂળતંત્ર ( b ) પ્રાથમિક મૂળ ( c ) અવલંબન મૂળ ( d ) સ્તંભમૂળ
5. મૂળો કયા પ્રકારનું મૂળ ધરાવે છે ?
( a ) ભ્રમરાકાર મૂળ ( b ) શંકુઆકાર મૂળ ( c ) ત્રાકાકાર મૂળ ( d ) સાકંદમૂળ
6. પરરોહી મૂળ શેમાં હોય છે ?
( a ) રાઇઝોફોરા ( b ) ટ્રાપા ( c ) વાંદો ( d ) શતાવરી
7. પ્રકાંડનું પર્ણસદશ્ય પ્રકાંડમાં રૂપાંતર શેમાં થાય છે ?
( a ) વટાણા ( b ) શતાવરી ( c ) ફાફડાકોર ( d ) રામબાણ
8. નીચે પૈકી પ્રકાંડનું કાર્ય કર્યું છે ?
( a ) સંગ્રહ , આધાર અને વાનસ્પતિક પ્રજનન ( b ) રક્ષણ
( c ) શાખાઓનું નિર્માણ - વિસ્તરણ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
9. આદુ એ પ્રકાંડ છે કે જે મૂળથી અલગ પડે છે . કારણ કે ..
( a ) જમીનને સમાંતર વૃદ્ધિ પામે છે . ( b ) ખોરાકનો સંગ્રહ કરે છે .
( c ) હરિતકણવિહીન છે . ( d ) ગાંઠ અને આંતરગાંઠ ધરાવે છે .
10. પર્ણકાર્યસ્તંભ એ શું છે ?
( a ) એક આંતરગાંઠ , લાંબું પ્રકાંડ ( b ) પર્ણનું રૂપાંતર
( c ) રૂપાંતરિત પર્ણદંડ ( d ) લાંબુ , લીલું અપરિમિત વૃદ્ધિવાળું પ્રકાંડ
11. કંટક એ પ્રકાંડની રચના છે , કારણ કે
( a ) પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે છે . ( b ) કલકલિકામાંથી ઉદ્ભવે છે .
( c ) બાહ્યસપાટી પરથી ઉદ્ભવે છે . ( d ) અણીદાર હોય છે .
12. બોગનવેલિયામાં પ્રકાંડકંટક એ શેનું રૂપાંતર છે ?
( a ) પ્રકાંડ ( b ) પર્ણ ( c ) કલિકા ( d ) મૂળ
13. અપરિમિત પુષ્પવિન્યાસમાં પુષ્પની ગોઠવણી કેવી હોય છે ?
( a ) અગ્રાભિવર્ધીક્રમ ( b ) તલાભિસારી ( c ) કેન્દ્રાભિસારી ( d ) અપકેન્દ્રી
14. ઉદુમ્બરકમાંથી વિકસતું અંજીર ફળ કયા પ્રકારનો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
( a ) સરસાક્ષ ( b ) કુટપટિકા ( c ) ઉદુમ્બરક ( 1 ) સપક્ષ્મ
15. પરિમિત પુષ્પવિન્યાસમાં મુખ્ય અક્ષ કેવો હોય છે ?
( a ) તે અનિયંત્રિત વૃદ્ધિ પામે છે .
( b ) તે એકાંકી પુષ્પ ઉત્પન્ન કરે છે .
( c ) તે અનિયંત્રિત વૃદ્ધિ ધરાવે પરંતુ પાર્શ્વય શાખાઓના અંતે પુષ્પો ધરાવે છે .
( d ) તે પુષ્પમાં રૂપાંતરિત થાય છે .
16. આચ્છાદિત કલિકાન્તરવિન્યાસ ધરાવતા અનિયમિત પુણ્યનું ઉદાહરણ જણાવો .
( a ) આકડો ( b ) રાઈ ( c ) કેના ( d ) કેસીયા
17. બોગનવેલિયાનું પુષ્પ કોના કારણે સુંદર દેખાય છે ?
( a ) દલચક્ર ( b ) વજચક્ર ( c ) નિપત્રો ( d ) પુંકેસર
18. એકગુચ્છી પુંકેસર શેમાં જોવા મળે છે ?
( a ) વટાણા ( b ) જાસુદ ( c ) રાઈ ( d ) સૂર્યમુખી
19. પરિપુષ્પ શબ્દનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે ?
( a ) પુંકેસરચક અને સ્ત્રીકેસરચક્રના દેખાવ સરખા હોય ત્યારે
( b ) પુંકેસરચક્ર અને વજ્રપત્ર દેખાવ સરખા હોય ત્યારે
( c ) દલપત્ર અને સ્ત્રીકેસરના દેખાવ સરખા હોય ત્યારે ,
( d ) વજપત્ર અને દલપત્રના દેખાવ સરખા હોય ત્યારે
20. અનિયમિત પુષ્પ ધરાવતી વનસ્પતિ કઈ છે ?
( a ) ધતુરો ( b ) રાઈ ( c ) ગુલમહોર ( d ) ટમેટા
21. જરાયુવિન્યાસ કે જેમાં બીજાશયયુક્ત બહુસ્ત્રીકેસરી ,એકકોટરીય બીજાંડ પરિધવર્તી ભાગમાં હોય તેને શું કહે છે ?
( a ) ધારાવર્તી ( b ) અક્ષવર્તી ( c ) ચર્મવર્તી ( d ) તલસ્થ
22. જે પુષ્પો મુક્ત દલપત્રો ધરાવે છે તેનો સમાવેશ શેમાં થાય છે
( a ) મુક્તદલા ( b ) યુક્તદલા ( e ) એકદળી ( d ) આમાંથી એક પણ નહિ
23. જાસૂદનું દલચક્ર એ .. છે .
( a ) યુક્તકલા અને ધારાસ્પર્શી ( b ) યુક્તદલા અને વ્યાવૃત
( c ) મુક્તકલા અને ધારાસ્પર્શી ( d ) મુક્તદલા અને વ્યાવૃત
24. સમૂહફળ શેમાંથી ઉદ્ભવે છે ?
( a ) બહુસ્ત્રીકેસરી મુક્ત બીજાશય ( b ) એકસ્ત્રીકેસરી મુક્ત બીજાશય
( c ) બહુસ્ત્રીકેસરી યુક્ત બીજાશય ( d ) એકસ્ત્રીકેસરી યુક્ત બીજાશય
25. નીચે પૈકી ભૃણપોષી બીજનું ઉદાહરણ જણાવો .
( a ) વાલ ( b ) વટાણા ( c ) ચણા ( d ) એરંડો
જવાબો
1.c 2.b 3.c 4.b 5.a 6.c 7.c 8.d 9.d 10.d 11.b 12.a 13.a 14.c 15.d 16.d 17.c 18.a 19.d 20.c 21.c 22.a 23.d 24.a 25.d
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box