Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | બાયોટેક્નોલોજી | ટેસ્ટ -9 | ધોરણ -12 | UNIT -9 | પ્રકરણ -11,12
1. A : પ્લાસ્મિડ pBr322 તેની સાથે સ્વયંજનનની ઉત્પત્તિ દર્શાવતી શૃંખલાઓ અને બે પ્રતિજૈવિક અવરોધક જનીનો લઈ જાય R : ampR અને tetR એ પ્રતિજૈવિક અવરોધ જનીનો છે .
( a ) A અને B બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ ( b ) A અને R બંને સાચાં છે , પરંતુ R એ A નું સાચું કારણ નથી
( c ) A સાચું છે અને R ખોટું છે ( d ) A ખોટું છે અને R સાચું છે
2. A : એક્ઝોન્યુક્લિએઝ ઉત્સેચક એ DNA ના અંત છેડા પરથી ન્યુક્લિઓટાઇડને દૂર કરે છે . R : એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક એ DNA પર ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે.
( a ) A અને B બંને સાચાં છે અને R એ A નું સાચું કારણ ( b ) A અને R બંને સાચાં છે , પરંતુ R એ A નું સાચું કારણ નથી
( c ) A સાચું છે અને R ખોટું છે ( d ) A ખોટું છે અને R સાચું છે
3. આપેલ આકૃતિમાં PCR માં C અને D ભાગ કયો તબક્કો દર્શાવે છે ?
( a ) C = પ્રવર્ધન , D = વિસ્તૃતીકરણ ( b ) C = વિસ્તૃતીકરણ , D = વિનૈસર્ગીકરણ
( c ) C = વિસ્તૃતીકરણ , D = પ્રવર્ધન ( d ) C = તાપમાનુશીતન , D = પ્રવર્ધન
4. આપેલ આકૃતિમાં D , E અને F ભાગ શું દર્શાવે છે ?
( a ) D = રિસ્ટ્રિક્શન ઉત્સેચક , E = ચીપકું છેડા , F = પુનઃસંયોજિત DNA
( b ) D = ચીપકું છેડા , E = રિસ્ટ્રિક્શન ઉત્સેચક , F = પુનઃસંયોજિત DNA
( c ) D = પુનઃસંયોજિત DNA , E = ચીપકું છેડા , F = રિસ્ટ્રિક્શન ઉત્સેચક
( d ) D = પ્લાસ્મિડ , E = વિદેશી DNA , F = ચીપકું છેડા
5. જૈવભઠ્ઠી શેમાં ઉપયોગી છે ?
( a ) નીપજનું શુદ્ધીકરણ અને અલગીકરણ ( b ) નીપજો ( પેદાશો ) ના મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે ઉપયોગી
( c ) માઇકો ઈન્જેકશન તરીકે ( d ) જનીનોના પ્રવર્ધનમાં
6. PCR માં જનીનોનું પ્રવર્ધન દરમિયાન ટેક પોલિમરેઝનો ઉપયોગ કયા તબક્કામાં જોવા મળે છે ?
( a ) વિનૈસર્ગીકરણ અને તાપમાનુશિત ( b ) તાપમાનુશિત અને વિસ્તૃતીકરણ
( c ) વિસ્તૃતીકરણ અને પ્રવર્ધન ( d ) આમાંથી એક પણ નહિ .
7. કઈ પ્રક્રિયા દરમિયાન ઠંડો ઇથેનોલ DNA પર ઉમેરવામાં આવે છે ?
( a ) અવક્ષેપિત DNA માટે ( b ) કોષમાંથી DNA છૂટા પાડવા માટે
( c ) રિસ્ટ્રિક્શન ઉત્સેચકની અનુકૂલિત પ્રક્રિયા માટે ( d ) હિસ્ટોન પ્રોટીનને દૂર કરવા માટે
8. રિસ્ટ્રિક્શન ઉત્સેચકના પાચનની તપાસમાં કઈ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે ?
( a ) જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ( b) PCR ( c ) શુદ્ધીકરણ ( d ) ક્લોનિંગ
9. રૂપાંતરણ એ એવી પ્રક્રિયા છે , જેમાં .......
( a ) વાહકમાં DNA ના ટુકડા ઉમેરવામાં આવે છે ( b ) પ્રોટીનમાંથી DNA નો ટુકડો દાખલ કરવામાં આવે છે
( c ) DNA નો ટુકડો યજમાન બૅક્ટરિયામાં દાખલ કરવામાં આવે છે ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
10. શેમાંથી ટેક પોલિમરેઝ ઉત્સેચક મેળવવામાં આવે છે ?
( a ) બેસિલસ સબટીલિસ ( b ) સ્યુડોમોનાસ પ્યુટીડા ( c ) થર્મસ એક્વેટિક્સ ( d ) થીઓબેસિલસ ફેરોક્સિડન્સ
11. ઈશ્ચરેશિયા કોલાઈ RI શેમાંથી મેળવાય છે ?
( a ) ઈશ્ચરેશિયા કોલાઈ RI ( b ) ઈશ્ચરેશિયા કોલાઈ RI13 ( c ) ઈશ્ચરેશિયા કોલાઈ RX13 ( d ) ઈશ્ચરેશિયા કોલાઈ RY13
12. નીચેની આકૃતિમાં PCR પ્રક્રિયાનું ચક્ર આપેલું છે . તેમાં દરેક નંબરનાં પગથિયાં શું દર્શાવે છે ?
( a ) ( i ) પ્રાઇમર ( ii ) વિનૈસર્ગીકરણ 94 ° સે જેટલી ગરમીથી ( iii ) ટેક પોલિમરેઝ
( b ) ( i ) ટેક પોલિમરેઝ ( ii ) વિનૈસર્ગીકરણ 94 ° સે જેટલી ગરમીથી ( iii ) પ્રાઇમર
( c ) (i ) ટેક પોલિમરેઝ ( ii ) વિસ્તૃતીકરણ ( iii ) લાયગેશન
( d ) (i ) વિનૈસર્ગીકરણ 94 સે જેટલી ગરમીથી ( ii ) ટેક પોલિમરેઝ ( iii ) પ્રાઇમર
13. જો પુન : સંયોજિત DNA એમ્પિસિલિન અવરોધકનું જનીન ધરાવતું હોય તેને ઈ.કોલાઈના કોષમાં દાખલ કરતાં અને યજમાન કોષને એમ્પિસિલિન ધરાવતા અગર અગર પ્લેટમાં પાથરવામાં આવે , તો....
( a ) પરિવર્તિત ગ્રાહી કોષ ઉછેર પામશે અને અપરિવર્તિત ગ્રાહી કોષ નાશ પામશે .
( b ) પરિવર્તિત ગ્રાહી કોષો નાશ પામશે અને અપરિવર્તિત ગ્રાહી કોષ ઉછેર પામશે .
( c ) બંને પરિવર્તિત અને અપરિવર્તિત કોષ મૃત પામશે .
( d ) બંને પરિવર્તિત અને અપરિવર્તિત ગ્રાહી કોષમાં ઉછેર થશે .
14. PCR પદ્ધતિમાં DNA નો ટુકડો વિલોપન થવાનું સ્વયંજનન પામે છે . આ પ્રક્રિયા કયા ઉત્સેચકથી થાય છે ?
( a ) DNA પર આધારિત RNA પોલિમરેઝ ( b ) DNA પોલિમરેઝ
( c ) Taq ( ટેક ) પોલિમરેઝ ( d ) પ્રાઇમેઝ
15. PCR પદ્ધતિમાં ઉપયોગી DNA પોલિમરેઝ માટે કયું વિધાન સત્ય છે ?
( a ) તે વિષાણુમાંથી અલગીકરણ થયેલ છે ( b ) તે ઉચ્ચ તાપમાને સક્રિય રહી શકે છે .
( C ) ગ્રાહી કોષમાં દાખલ કરાયેલ DNA ના જોડાણમાં ઉપયોગી છે ( d ) તે પસંદગીય માર્કર તરીકે કાર્ય કરે છે .
16. જૈવપ્રાક્ષેપિકી કે જનીન સ્ફોટક પદ્ધતિનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?
( a ) પ્રતિકૃતિ બનાવતાં વાહકો માટે ( b ) વિદ્યુત છિદ્રતા માટે ( c ) વિનૈસર્ગીકરણ માટે ( d ) હરીફ યજમાન માટે
17. પોલિમરેઝ ચેઈન રીએક્શનનો ઉપયોગ શેમાં થાય છે ?
( a ) જનીનોનું અવક્ષેપન ( b ) એમિનો ઍસિડનું સંશ્લેષણ ( c ) પ્રોટીનસંશ્લેષણ ( d ) જનીનોનું પ્રવર્ધન
18. વિદેશી ( બહારની ) જનીન મેળવવા માટે નાચે પૈકી કયું વિધાન યોગ્ય છે ?
( a ) ઇચ્છિત પ્રોટીનના નિષ્કર્ષણ ( અર્ક ) માટે સંવર્ધનનો ઉપયોગ ( b ) જૈવભઠ્ઠીનો વિશાળ ( ફલક ) પર ઉપયોગ
( c ) તાપમાન , pH , પદાર્થો , ક્ષાર , વિટામિન કે 02 ની હાજરી ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
19. જૈવપ્રક્રિયકો ( જૈવભઠ્ઠી ) એ ઇચ્છિત નીપજ મેળવવા માટે નાચે પૈકી કઈ ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડે છે ?
( a ) તાપમાન ( b ) pH અને ક્ષાર ( c ) પદાર્થો , વિટામિન કે ઑક્સિજન ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
20. થર્મસ એક્વેટિક્સ નામના બૅક્ટરિયામાંથી નિર્માણ પામતું DNA પોલિમરેઝ ઉત્સેચકનું કાર્ય શું છે ?
( a ) બંધબેસતા કે પૂરક શૃંખલાઓ સંશ્લેષિત કરવાનું ( b ) DNA શૃંખલાને જોડવાનું ( c ) DNA શૃંખલાને તોડવાનું
( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
21. વધારાના ન્યુક્લિઓટાઇડની હાજરીમાં કયા પ્રારંભકો ઉમેરાય છે
(a) ઓલીગોન્યુક્લિઓટાઇડ ( b ) ન્યુક્લિઓસાઇડ (c) પોલીગોન્યુક્લિઓટાઇડ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
22. કોને ચીપકું છેડા કહે છે ?
( a ) એકસૂત્રીય DNA નો પ્રલંબિત ભાગ ( b ) એકસૂત્રીય DNA ભાગ ( c ) દ્વિસૂત્રીય DNA નો પ્રલંબિત ભાગ (d ) દ્વિસૂત્રી DNA ભાગ
23. DNA એ ઋણવીજભારિત શેને આધારિત હોય છે ?
( a ) હાઇડ્રોજન બંધ ( b ) પેપ્ટાઇડ બંધ ( c ) ફૉસ્ફટ સમૂહ ( d ) નાઇટ્રોજન બેઇઝ
24. આરએનએને કયા ઉત્સેચકની સારવારથી દૂર કરાય છે ?
( a ) પ્રોટીએઝ ( b ) લાઇગેઝ ( c ) રિબોન્યુક્લિએ ( d ) રિસ્ટ્રિક્શન
25. પુન : સંયોજિત DNA દ્વારા ઇચ્છિત પેદાશોનું અલગીકરણ અને શુદ્ધીકરણ કરવાની પ્રક્રિયાને શું કહે છે ?
( a ) અલગીકરણ ( b ) અનુપ્રવાહિત સંસાધન ( c ) છૂટા પડવું ( d ) શુદ્ધીકરણ
26. PCR પદ્ધતિમાં 5 ચક્ર પૂર્ણ થયા બાદ DNA ના નમૂનાની કેટલી પ્રતિકૃતિ મળશે ?
( a ) 2 ( b ) 10 ( c ) 32 ( d ) 64
27. રિકોમ્બિનન્ટ DNA ટેકનૉલોજીમાં ઉપયોગી.........( 1 ) DNA લાઇમેઝ ( 2 ) ઇલેક્ટ્રૉફોરેસિસ ( ૩ ) ક્લોનિંગ વાહક ( 4 ) રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ
( a ) ( 1 ) અને ( 2 ) ( b ) ( 3 ) અને ( 4 ) ( c ) ( 3 ) અને ( 4 ) ( d ) ( l ) , ( 2 )
28. રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી માં નીચે પૈકી શું ઉપયોગી છે ?( i ) પ્લાસ્મિડ વાહક ( ii ) અંગારોઝ જેલ ( lil ) ઇથીડીયમ બ્રોમાઇડ ( iv ) રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ
( a ) (i ) અને ( ii ) ( b ) ( iii ) અને ( iv ) ( c ) ( i ) , ( ii ) , ( iii ) ( iv ) ( d ) ( ii ) અને ( ii )
29. રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિઅઝીઝ વડે ઉત્પન્ન થતા DNA ના ટુકડાઓને જેનાથી છુટા પાડી શકાય તે........
( a ) રિસ્ટ્રિક્શન મેપિંગ ( b ) સેન્ટ્રિફ્યુગેશન ( c ) પોલિમરેઝ ચેઇન રિએક્શન ( d ) ઇલેક્ટ્રૉફોરેસિસ
30. નીચે આપેલ પૈકી કયો એક ઘટક અનુપ્રવાહિત સંસાધન ( ડાઉન્સ સ્ટ્રીમ પ્રોસેસિંગ ) નથી ?
( a ) શુદ્ધીકરણ ( b ) સંગ્રાહણ ( c ) અભિવ્યક્તિ ( d ) પૃથક્કરણ
31. આંતરરાષ્ટ્રીય કંપની અને બીજી સંસ્થાઓ દ્વારા જૈવસ્રોતોના ઇજારા વગર ઉપયોગને શું કહેવાય છે
(a ) જૈવયુદ્ધ ( b ) જૈવવિવિધતા (c ) જૈવતસ્કરી ( d ) જૈવપેટન્ટ
32. નીચેનામાંથી શેના સાથે જૈવતસ્કરી સંકળાયેલ છે ?
( a ) પારંપરિક જ્ઞાન ( b ) જૈવઆણ્વિક તથા જૈવસંપત્તિ સંદર્ભ , જૈવસંપત્તિમાંથી અલગીકરણ કરેલ જનીન
( c ) જૈવસંપત્તિ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
33. જૈવતસ્કરી અટકાવવાની જાગૃતિ આપણે લાવવી આવશ્યક છે , કારણ કે ...
( a ) જે તે દેશને તેનો આર્થિક લાભ મળતો નથી ( b ) વિકસિત દેશો જ વધુ ને વધુ સમૃદ્ધ બને છે
( c ) જે - તે દેશનું હજારો વર્ષોનું જ્ઞાન વિકસિત દેશો ઓછા સમય , શક્તિ અને પૈસા દ્વારા મેળવી લે છે . ( d ) ( a ) , ( b ) અને ( C ) ત્રણેય
34. સામાન્ય રીતે જૈવતસ્કરી વિકસિત દેશો દ્વારા થવાની સંભાવના વધુ રહે છે , કારણ કે ...
( a ) તેઓ કુદરતી સંપદા , તેની પ્રપ્તિ તેની ઉપયોગિતા વિશેનું જ્ઞાન ધરાવતા નથી
( b ) તેઓ કુદરતી સંપદા , તેની પ્રાપ્તિ , તેની ઉપયોગિતા વિશેનું જ્ઞાન ધરાવે છે
( c ) તેઓ કુદરતી સંપદા , તેની પ્રાપ્તિ , તેની ઉપયોગિતા વિશેનું જ્ઞાન ધરાવવા માગે છે .
( d ) ( a ) , ( b ) અને ( C ) ત્રણેય
35.નેતિક પ્રશ્નોના અનુસંધાનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો :-) ( 1 ) બાયોટેક્નૉલોજીમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાથી તેઓને ખૂબ જ સહન કરવું પડે છે . ( 2 ) એક જ જાતિમાંથી અન્ય જાતિઓમાં પારજનીનની ફેરબદલી એ જાતિઓની પ્રામાણિકતાનો ભંગ કરે છે . ( 3 ) બાયોટેક્નોલોજીનો ઉપયોગ માત્ર મનુષ્યના લાભ માટે જ કરવામાં આવે છે . ( 4 ) બાયોટેક્નૉલોજી એ જૈવવિવિધતામાં જોખમ સાથે અણધાયું જોખમ પર્યાવરણ માટે પણ પ્રેરે છે
( a ) TTFF ( b ) TTTT ( c ) FFTT ( d ) TTTF
36. બાયોએથિકલ સંબંધિત બાબતો નીચે પૈકી કઈ છે ?
( a ) માનવજનીનની પ્રાણીઓમાં ફેરબદલી કે તેનાથી ઊલટું માનવતા માટે મોટી દહેશત છે .
( b ) બાયોટેકનોલોજીમાં પ્રાણીઓનો ઉપયોગ કરવાથી તેઓને ખૂબ જ સહન કરવું પડે છે .
( c ) બાયોટેકનોલોજી એ સજીવો માટે અમર્યાદા સમાન છે , જેનો ઉપયોગ માત્ર મનુષ્યના લાભ માટે થાય છે .
( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
37. પારજનીનીકરણ પદ્ધતિમાં વિદેશી DNA ને શું કહે છે
( a ) પ્લાસ્મિડ ( b ) ક્લોનિંગ ( c ) પારજનીન ( d ) જૈવપેટન્ટ
38. પારજનીનિક ગાય મનુષ્યનું ક્યું પ્રોટીન ધરાવે છે ?
( a ) આલ્ફા લેક્ટામ્બુમિન ( b ) બ્રાઝીઆના ( c ) ક્રિસ્ટલ પ્રોટીન ( d ) cry પ્રોટીન
39. પ્રાણી કે જેનું જનીન ટ્રાન્સજનીન દ્વારા બદલાયેલ હોય તેને કહે છે
( a ) રૂઢિગત પ્રાણી ( b ) સંકરિત પ્રાણી ( c ) આંતર પ્રાણી ( d ) ટ્રાન્સજેનિક પ્રાણી
40.કર્યું પ્રાણી સૌથી પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણી તરીકે ઓળખાય છે ?
( a ) કૂતરો ( b ) ભેંસ ( c ) ગાય ( d ) ઘેટું
41. ટ્રાન્સજનીન એટલે
( a ) વિદેશી DNA ( b ) વિદેશી પ્રોટીન ( c ) વિદેશી RNA ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય
42. પ્રાણીકોષના સંવર્ધન પદ્ધતિનું મહત્તમ પ્રયોજન કયા ઘટકના ઉત્પાદનમાં કરેલ છે ?
( a ) ઇસ્યુલિન ( b ) ઇન્ટરફેરોન ( c ) રસી ( d ) ખાદ્ય પ્રોટીન
43. સૌથી વધારે રૂપાંતરિત જાતિઓ કોની વિકસાવવામાં આવી છે ?
( a ) મત્સ્ય ( b ) ઉંદર ( c ) ગાય ( d ) ભુંડ
44. ખામીયુક્ત કે વિકૃત જનીનના સ્થાને સામાન્ય જનીનને પ્રસ્થાપિત કરવાની પદ્ધતિને શું કહે છે ?
( a ) સોમેટિક થેરાપી ( b ) વિકૃત જનીનથેરાપી ( c ) જનીનથેરાપી ( d ) ખામીયુક્ત જનીનથેરાપી
45. E.coll માંથી ઇસ્યુલિનના ઉત્પાદન માટે પ્રથમ પગથિયું કયું છે
( a ) ઇસ્યુલિન ઉત્પન્ન કરતા જનીનનું લાયગેઝ ની મદદથી માનવીના DNA સાથે પ્લાસ્મિડનું જોડાણ
( b ) માનવીના DNA માં ઇસ્યુલિન ઉત્પન્ન કરતા જનીનનું અલગીકરણ કરવું .
( c ) સ્વાદુપિંડના કોષોમાંથી m - RNA નું અલગીકરણ કરવું .
( d ) સ્વાદુપિંડના કોષોમાંથી ન્યુક્લિઓટાઇડનું અલગીકરણ કરવું
46. જનીનથેરાપીની ઉપયોગિતા કયા વિજ્ઞાનના પાયાના વિકાસમાં ભાગ ભજવે છે ?
( a ) આણ્વિય જીવવિજ્ઞાન અને જનીનવિદ્યા બંને ( b ) આણ્વિય જીવવિજ્ઞાન ( c ) કિરણોત્સર્ગ જીવવિજ્ઞાન
( d ) જનીનવિદ્યા
47. લેંગરહાન્સના કોષસમૂહોમાંના આલ્ફા- કોષો કયો અંત : સ્ત્રાવ ઉત્પન્ન
( a ) ઇન્સ્યુલિન ( b ) ગ્લુકેગોન ( c ) સોમેટોસ્ટેટીન ( d ) પ્રોજેસ્ટેરોન
48. માનવ ઇન્સ્યુલિન ઉત્પાદનમાં E.coli ના પ્લાસ્મિડને ધરાવતાં પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
( a ) સુક્રોઝ ( b ) લેક્ટોઝ ( c ) માલ્ટોઝ ( d ) ગ્લુકોઝ
49. જિનેટિક એન્જિનિયરિંગ દ્વારા બૅક્ટરિયામાં માનવપ્રોટીનનું નિર્માણ થઈ શકે છે . કારણ કે ..
( a ) બૅક્ટરિયા કોષ RNA ને તોડવાનું કાર્ય કરી શકે છે ( b ) મનુષ્યના રંગસૂત્રનું બૅક્ટરિયાના કોષમાં સ્વયંજનન થઈ શકે છે
( c ) મનુષ્ય અને બૅક્ટરિયામાં જનીન નિયંત્રણ પ્રક્રિયા એકસરખી ( d ) જનીનસંકેત સાર્વત્રિક છે .
50. જનીન થેરાપી એ કયા રોગોના નિદાન અને સારવાર માટે કરવામાં આવે છે ?
( a ) એઇડ્રેસ અને કેન્સર ( b ) કૅન્સર અને પાર્કિન્સન ( c ) એઇડ્રેસ અને પાર્કિન્સન ( d ) કૅન્સર અને ન્યુમોનિયા
51. ઇન્સુલિનમાં એમિનો એસિડમાં બે પોલિપેપ્ટાઇડની શૃંખલા કયા બંધ વડે એકબીજા સાથે જોડાયેલી હોય છે ?
( a ) પેપ્ટાઇડ બંધ ( b ) હાઇડડ્રોજન બંધ ( c ) ડાયસલ્ફાઇડ બંધ ( d ) ગ્લાયકોસિડિક બંધ
52. માનવ - ઇસ્યુલિન કેટલા એમિનો ઍસિડ ધરાવે છે
( a ) 61 ( b ) 75 ( c ) 51 ( d ) 30
53. cry II Ab અને cry I Ab માંથી ઉત્પન્ન થતું ટૉક્સિન શેનું નિયંત્રણ કરે છે ?
( a ) અનુક્રમે કપાસના છોડને બોલવર્મથી અને મકાઈને બોરેરથી નિયંત્રણ કરે છે
( b ) અનુક્રમે મકાઈના છોડને બોરેરથી અને કપાસને બોલવર્મથી નિયંત્રણ કરે છે
( C ) અનુક્રમે તમાકુના છોડને બડવોર્મ અને સૂત્રકૃમિથી નિયંત્રણ કરે છે
( d ) અનુક્રમે સૂત્રકૃમિ અને તમાકુને બર્ડવોર્મથી નિયંત્રણ કરે છે.
54. ઈસ્યુલિન નીચેનામાંથી કઈ જનીન ઇજનેરીવિદ્યાની પેદાશ નથી
( a ) ઈસ્યુલિન ( b ) Bt - મકાઈ ( c ) સંકરિત મકાઈ ( d ) Bt - બટાકા
55. Bt- કપાસ કયા લક્ષણ ધરાવે છે ?
( a ) લાંબા રેસાયુક્ત એફીડથી અવરોધક ( b ) ડિપ્ટેરા ઈયળને મારનાર ઝેરી પ્રોટીન સ્ફટિકનું ઉત્પાદન અને વધુ માત્રામાં
( c ) બોલવર્મથી પ્રતિરોધકતા તથા વધુ માત્રાનું ઉત્પાદન ( d ) બીટલથી અવરોધ અને લાંબા તંતુ , મધ્યમ ઉત્પાદન
56. જનીન ઇજનેરીવિદ્યાના ઉપયોગ દ્વારા આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર કરેલ સજીવને શું કહે છે ?
( a ) જનીનિક રીતે આધુનિક સજીવ ( b ) જનીનિક રીતે વિકૃત સજીવ ( c ) જનીનિક રીતે મૂળભૂત સજીવ
( d ) જનીનિક રીતે રૂપાંતરિક સજીવ
57. ગોલ્ડન રાઇસ એ જનીન પરિવર્તિત ધાન્ય વનસ્પતિ છે , તેમાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે
( a ) વિટામિન B ( b ) વિટામિન C ( c ) વિટામિન A ( d ) ઓમેગા -3
58. હાલમાં વિશ્વની વસતિ કેટલી છે ?
( a ) 6 બિલિયન કરતાં વધારે ( b ) 8 બિલિયન કરતાં વધારે ( c ) 7 બિલિયન કરતાં વધારે ( d ) 9 બિલિયન કરતાં વધારે
59. કૃષિમાં બાયોટેક્નૉલોજીનું સૌથી મહત્ત્વનું કાર્ય કયું છે ?
( a ) વનસ્પતિની વૃદ્ધિ ઘટાડવી ( b ) ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવું ( c ) વિવિધ વનસ્પતિના કીટનાશકનું ઉત્પાદન
( d ) આમાંથી એક પણ નહિ .
60. નીચે પૈકી કોને ખોરાક તરીકે લેવાથી વિટામિન A ની ખામીથી થયેલ રતાંધળાપણાને અટકાવી શકાય છે ?
( a ) ગોલ્ડન રાઇસ ( b ) Bt- રીંગણ ( c ) ફ્લેવર ટામેટા ( d ) કેનોલા
જવાબો
1. B, 2. B, 3. C, 4. A, 5. B, 6. B, 7. A, 8. A, 9. C, 10. C, 11. D, 12. B, 13. A, 14. C, 15. B, 16. D, 17. D, 18. D, 19. D, 20. A, 21. A, 22. A, 23. C, 24. C, 25. B, 26. C, 27. D, 28. C, 29. D, 30. C, 31.C, 32. D, 33. D, 34. A, 35.BB, 36. D, 37. C, 38. A, 39. B, 40. C, 41. A, 42. C, 43. B, 44. C, 45. B, 46. A, 47. B, 48. D, 49. C, 50. B, 51. C, 52. C, 53. A, 54. C, 55. C, 56. D, 57. C, 58. B, 59, C, 60. A
Mail- indiabiologymanishmevada@gmail.com
Thank you so much sir for this site it's really helpful
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box