NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 12 - બાયોટેક્નોલોજી અને તેના પ્રયોજનો જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. GM વનસ્પતિઓ નો ઉપયોગ કયા પ્રકારે લાભદાયી છે.
- અજૈવિક તાણ (શીત, અછત, ક્ષાર, ગરમી) સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા
- જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી (જંતુ પ્રતિરોધક પાકો)
- લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી
- વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી (તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને અટકાવે છે.)
- ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે ઉદાહરણ : વિટામિન A નું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા.
- આ ઉપયોગો ઉપરાંત GM નો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોનાં સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્રોતો (સંસાધનો) પૂરા પાડે છે.
2. નોંધ લખો Bt કપાસ
- બેસિલસ થુરિન્જિએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા (તમાકુની કલીકાકીટકો, સૈનિકકીટકો), કોલિઓપ્ટેરા (ભૃંગ કિટકો) અને ડિપ્ટેરન (માખીઓ, મચ્છર) ને મારી નાંખે છે.
- બી. થુરિન્જિએન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકાનું નિર્માણ કરે છે.
- આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન હોય છે.
- વાસ્તવમાં Bt વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપે હોય છે.
- જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન pH ના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે.
- આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે.
- વિશિષ્ટ Bt વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જિએન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે જનીનની પસંદગી પોક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે.
- જ્યારે મોટા ભાગના Bt વિષ ચોક્કસ કીટકજૂથ પર નિર્ભર કરે છે. વિષ જે CryIAc જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય (Cry) કહે છે, તે ઘણાબધા પ્રકારના હોય છે, ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન CryIAe અને CryIIAb દ્વારા સાંકેતન પામેલ હોય છે તે કપાસના બોલવોર્મ્સને નિયંત્રિત કરે છે, જયારે CryIAb કોર્ન બોરર (મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત) ને નિયંત્રિત કરે છે.
3. RNA અંતઃ ક્ષેપ પ્રક્રિયા નો ઉપયોગ ઉદાહરણ સાથે વિસ્તાર મા સમજાવો
- પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ: કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણાં પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મલાઈડેગાઇન ઈંકોગ્નીશીયા તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે.
- ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જે RNA અંતઃક્ષેપ પ્રક્રિયા પર આધારિત હતી. RNA અંતઃક્ષેપ બધા સુકોષકેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે.
- આ પદ્ધતિમાં વિશિષ્ટ mRNA, પૂરક dsRNA સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે.
- જેના ફળસ્વરૂપે mRNA ના ભાષાંતરણ ને અટકાવે છે. આ પૂરક ds RNA નો સ્ત્રોત RNA જનીનસંકુલ અથવા ચલાયમાન જનીનિક તત્ત્વો - પરિવર્તકો ધરાવતા વાઇરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક RNA મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે.
- એગ્રોબૅક્ટરિયમ વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. DNA નો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ અને પ્રતિ અર્થપૂર્ણ RNA નું નિર્માણ કરે છે, આ બંને RNA એકબીજાના પૂરક હોય છે , જે બેવડા કુંતલમય dsRNA નું નિર્માણ કરે છે , જેનાથી જેનાથી RNA અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ mRNA નિષ્ક્રિય થઈ જાય છે જેના ફળસ્વરૂપે પારજનીનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનીનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે.
4. ADA જનીન માટે જનીન થેરાપી નો ઉપયોગ જણાવો.
- જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990 માં એક ચાર વર્ષની છોકરીમાં એડિનોસાઇન ડિએમિનેઝ ની ઊણપ (ક્ષતિ) ને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો.
- આ ઉત્સેચક રોગપ્રતિકારકતામાં અતિઆવશ્યક હોય છે. આ સમસ્યા એડિનોસાઇન ડિએમિનેઝ માટે જવાબદાર જનીનના લોપ થવાથી થાય છે.
- કેટલાંક બાળકોમાં ADA નો ઉપચાર અસ્થિમજ્જા પ્રત્યારોપણ દ્વારા થાય છે, જયારે કેટલાકમાં ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા કરવામાં માવે છે કે જેમાં સીરિંજ દ્વારા રોગીને સક્રિય ADA આપવામાં આવે છે.
- ઉપર્યુક્ત બંને ક્રિયાઓમાં એ મર્યાદા છે કે તે બંને સંપૂર્ણપણે રોગનાશક નથી.
- જનીન થેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી શિકાકોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે છે . સક્રિય ADA -cDNA (રિટ્રોવાઇરસ વાહક વાપરીને) નો લસિકાકોષોમાં પ્રવેશ કરાવવામાં આવે છે કે જેને અંતમાં દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે.
- આમ છતાં આ કોષો અમર હોતા નથી, આથી જિનેટિકલી એન્જિનિયર્ડ લસિકાકોષો ને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે. આમ છતાં મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલ ADA ઉત્પન્ન કરતા જનીનનો પ્રારંભિક ભૂણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવામાં આવે, તો તેનો કાયમી ઉપચાર શક્ય બને છે.
5. બાસમતી ચોખા નું વર્ણન લખી બાયોપેટન્ટ સંબધિત સમસ્યા વર્ણવો
- ચોખા એક મહત્ત્વનું ખાઘ અન્ન છે, જેના વિશે હજારો વર્ષો પહેલાંની એશિયાની ખેતીના ઇતિહાસમાં વર્ણન જોવા મળે છે.
- એક અનુમાનના આધારે માત્ર ભારતમાં ચોખાની લગભગ 2 લાખ જાતિઓ જોવા મળે છે.
- ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિધતાઓમાંની એક છે.
- બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે અને તેની 27 ઓળખાયેલ જાતો ભારતમાં ઉગાડવામાં આવે છે.
- પ્રાચીન પુસ્તકો, લોકસાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળેલ છે, જેનાથી એ ખ્યાલ આવે છે કે, તેનું સૈકાઓ પહેલાંથી વાવેતર કરવામાં આવે છે.
- વર્ષ 1977 માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર Us પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ (ઇજારો) પ્રાપ્ત કરી લીધો.
- જેનાથી તે કંપની બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશોમાં વેચી શકે છે.
- બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસિત કરવામાં આવી હતી.
- ભારતીય બાસમતીને અર્ધ - વામન જાત સાથે સંકરણ કરાવીને નવી શોધ અથવા એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો.
- પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ પ્રતિબંધિત થઈ શકતું હતું.
- નીપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય પરંપરાગત ઔષધો, ઉદાહરણ : હળદર અને લીમડાના પેટન્ટ મેળવવાના ઘણાબધા પ્રયત્નો કરેલા છે. જો આપણે આના વિશે જાગ્રત થઈશું નહિ આવી પૅટન્ટના પ્રયોજન (અમલીકરણ) ને તરત જ અટકાવીશું નહિ તો અન્ય દેશો વ્યક્તિઓ આપણો સમૃદ્ધ વારસો છીનવી લેશે અને આપણે તે માટે કશું જ નહિ કરી શકીએ.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box