NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 10 ના 2 માર્કની ની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ - 10 - માનવ કલ્યાણમા સૂક્ષ્મ જીવો જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. ઇથેનોલ સાયક્લોસ્પોરિન અને સૂક્ષ્મ જીવો દ્વારા મળતા ઉત્સેચકોનાં ઉપયોગો સમજાવો
- ઇથેનોલનો વ્યવસાયિક ઉત્પાદન માટે યીસ્ટ સેકેરોમાયસીસ સેરીવેસી નો ઉપયોગ થાય છે.
- સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે.
- લાઇપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે.
- ઘરે કાઢવામાં આવેલ ફળોના રસ કરતાં, બજારમાં બોટલમાંના પૅક કરેલ ફળોનો રસ વધુ સાફ હોય છે કારણ કે, બોટલમાં પેક કરેલ ફ્રુટ્સને પેક્ટિનેઝ અને પ્રોટીએઝ વડે શુદ્ધ કરવામાં આવે છે.
- સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોક્સ બેક્ટરિયામાંથી મેળવવામાં આવે છે, જનીન ઇજનેરીવિદ્યો દ્વારા રૂપાંતરિત કરેલ છે, દર્દીની રુધિરવાહિનીઓમાં જામેલ રુધિર ને તોડવા માટે તેનો ઉપયોગ થાય છે.
- જે એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હૃદયની વાહિનીઓ જામ થવાને કારણે હાર્ટએટેક થવાની સંભાવના હોય
- ટ્રાયકોડર્મા પૉલિસ્પોરમ ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે.
2. આથવણ દ્વારા સૂક્ષ્મ જીવો કેવી રીતે ઘરગથ્થુ ઉપયોગમાં લેવાય છે સમજાવો
- ઢોંસા અને ઈડલી બનાવવા માટે વપરાતું ખીરું પણ બૅક્ટરિયા દ્વારા આથવણની ક્રિયાથી બને છે.
- આ ખીરામાં CO2 ઉત્પન્ન થવાને કારણે તે ફૂલેલું દેખાય છે.
- બ્રેડ બનાવવા માટે વપરાતા ખીરામાં પણ બેકર્સ યીસ્ટ નો ઉપયોગ કરીને આથો લાવવામાં આવે છે.
- કેટલાંક પ્રણાલીગત પીણાં અને ખોરાકે પણ સૂક્ષ્મજીવો દ્વારા થતા આથવણથી મેળવાય છે.
- દક્ષિણ ભારતમાં પ્રણાલીગત “ ટોડી ' પીણું પણ પામના રસમાં આથવણ લાવી બનાવાય છે.
- માછલી, સોયાબીન, વાંસને પણ આ રીતે આથવણ - પ્રક્રિયામાંથી પસાર કરી, તેમાંથી ખાદ્યસામગ્રી બનાવાય છે.
- ચીઝ આદિ ખાદ્યપદાર્થ છે.
- તેમાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હતો. ચીઝની જુદી - જુદી જાત તેના પોત, સુગંધ અને સ્વાદને કારણે જાણીતી છે. જે તેમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવોને લીધે હોય છે.
- દાખલા તરીકે ‘ સ્વિસ ચીઝ ' માં જોવા મળતાં મોટાં કાણાં, તેમાં મોટા પ્રમાણમાં સર્જાતા Co2 ને કારણે હોય છે.
- જે પ્રોપિયોનીબૅક્ટરિયમ શર્માની બૅક્ટરિયાને કર કારણે સર્જાય છે. ‘ રોક્વીફૉર્ટ ચીઝ ’ ને પકવવા માટે તેના પર ચોક્કસ ફૂગનું સંવર્ધન કરવામાં આવે છે, તે ચોક્કસ સ્વાદ કે સુવાસ આપે છે.
3. બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો સમજાવો
- બાયોગેસ એ વાયુઓનું મિશ્રણ (પ્રભાવી વાયુ મિથેન) છે. જે સૂક્ષ્મજીવોની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે.
- સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અને ચયાપચયને પરિણામે અંતિમ નીપજ તરીકે વિવિધ પ્રકારના વાયુઓ મળે છે.
- પ્રાપ્ત થતા વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતાં કાર્બનિક દ્રવ્યો પર રહેલો છે.
- ઉદાહરણ તરીકે, ખીરા નું આથવણ, ચીઝ - બનાવવાની પ્રક્રિયા અને પીણાંઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ CO2, ઉત્પન્ન થાય છે.
- આમ છતાં સેલ્યુલોઝ ઘટક પર ઉછેર પામતા કેટલાક અજારક બૅક્ટરિયા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે CO2, અને H2, સર્જ છે.
- આવા બેક્ટેરિયાને સંયુક્તપણે મિથેનોજેન્સ કહે છે અને તેમાંના એક મિથેનોબૅક્ટરિયમ છે. આ પ્રકારના બૅક્ટરિયાની હાજરી સુએઝ ટ્રીટમેન્ટના અજારક સ્લજમાં જોવા મળે છે.
- આ પ્રકારના બૅક્ટરિયા ઢોરના આમાશયમાં જોવા મળે છે.
- ઢોરના ખોરાકમાં પુષ્કળ માત્રામાં આવેલુ સેલ્યુલોઝયુક્તદ્રવ્ય તેના આમાશયમાં પણ હોય છે.
- આમાશયમાં રહેલા બૅક્ટરિયા આ સેલ્યુલોઝને તોડે છે અને પશુઓના પોષણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
- આમ, પશુઓનું છાણ જેને ગોબર કહેવાય છે, તે આ બૅક્ટરિયાની ઉચ્ચ માત્રા ધરાવે છે.
- આ છાણ (ગોબર) બાયોગેસના ઉત્પાદનમાં વપરાય છે માટે તેને ગોબર ગેસ કહે છે.
- બાયોગેસ પ્લાન્ટમાં કોંક્રીટનો ખાડો (10-15 ફૂટ ઊંડો) બનાવેલ હોય છે, જેમાં જૈવિક કચરો અને છાણનો કાદવ ભરવામાં આવે છે.
- તેની ઉપર તરતું આચ્છાદન રાખવામાં આવે છે. બેક્ટરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન ઉપર તરફ ઊંચકાય છે. પ્લાન્ટની સાથે વાયુને બહાર લઈ જતી પાઈપ ગોઠવેલી હોય છે. જે નજીકનાં ઘરોમાં બાયોગેસ પૂરો પાડવા માટેની પાઇપ સાથે જોડેલી હોય છે. વધેલા કાદવનો અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવે છે, જેનો ખાતર તરીકે ઉપયોગ થાય છે.
- ગ્રામ્ય વિસ્તારમાં પશુનું છાણ પુષ્કળ માત્રામાં પ્રાપ્ત થતું. હોય છે કારણ કે ત્યાં પશુઓનો વિવિધ હેતુસર ઉપયોગ થાય છે
- માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળે છે . બાયોગેસનો ઉપયોગ રાંધવા અને પ્રકાશઊર્જા મેળવવા માટે થાય છે.
4. ઉપદ્રવી જંતુ અને સૂક્ષ્મજીવ સામે જૈવિક નિયંત્રકો મા લેડીબર્ડ, ડ્રેગન ફ્લાય અને બેસીલસ થુરિન્જીએસિસ વિશે નોંધ લખો
- ખૂબ જ જાણીતા લેડીબર્ડ અને ડ્રેગનફલાય જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે તેવા વ્યંગકીટકો નો ઉપયોગ ક્રમશઃ એફિડસ અને મચ્છરો થી છૂટકારો મેળવવામાં ખૂબ લાભદાયી છે.
- સૂક્ષ્મજીવી જૈવ - નિયંત્રણના ઉદાહરણ સ્વરૂપ બેસિલસ થુરિન્જીન્યસ જેને Bt તરીકે ઓળખાય છે.
- બૅક્ટરિયાનો ઉપયોગ પતંગિયાની ઇયળ ના નિયંત્રણ માટે કરવામાં આવે છે.
- તેઓ શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટ માં ઉપલબ્ધ છે, જેને પાણીમાં ભેળવીને, અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળાઉ વૃક્ષો પર તેનો છંટકાવ કરવામાં આવે છે, જ્યાં કીટકોના ડિમ્ભ દ્વારા તે ખવાય છે.
- ડિમ્બના અન્નમાર્ગમાં આ વિષ મુક્ત થાય છે અને ડીમ્ભો ને મારી નાંખે છે. જીવાણુમય રોગ કેટરપીસર (ઇયળ) ને મારી નાંખે છે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન પહોંચાડતા નથી.
- લગભગ છેલ્લા દસકામાં જનીન ઇજનેરીવિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થુરિન્જિનેન્સિસના વિષકારક જનીનને વનસ્પતિમાં દાખલ કર્યું છે.
- આવી વનસ્પતિઓ કીટ - જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે.
- Bt- કપાસ આવું એક ઉદાહરણ છે જે આપણા દેશનાં કેટલાંક રાજ્યોમાં ઉછેરવામાં આવે છે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણ ની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box