Type Here to Get Search Results !

બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો | પ્રકરણ 2 - સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન - 2 માર્ક થિયરી (ભાગ 1)

0

👉 NEET Biology Concept Material

👉 NEET Biology Examination 

👉 NEET Biology Tips

👉 NEET Biology Study મટેરીઅલ

નમસ્તે મિત્રો તમે પ્રકારણ 1 ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 2 - સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 2,3 અને 4 માર્ક્સની પણ થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.

2 માર્કસ ની થિયરી

1. પવન પરાગીત  પુષ્પીય ભાગોનો અભ્યાસ કેવી રીતે કરશો?

  • પવન પરાગીત પુષ્પીય ભાગોનો અભ્યાસ કરવા કેટલાક લક્ષણો ને ધ્યાન માં લઇ શકાય
  • પુષ્પો વિશિષ્ટ આકાર , રંગ , વાસ કે મધયુક્ત હોતા નથી .
  • પરાગાસન શાખિત પીંછાયુક્ત , રોમમય અને ચીકાશયુક્ત હોય છે .
  • પરાગરજ નાની , સૂકી , લીસી અને હલકી હોય છે .
2. સ્પોરોપોલેનિન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે સમજાવો
  • તે બહારનું સખત આવરણ છે. 
  • જે ઊંચા તાપમાન અને જલદ ઍસિડ અને બેઇઝ સામે ટક્કર ઝીલે છે.
  • ઉન્સેચકો પણ સ્પોરોપોલીનીનને અવનત કરી શકતા નથી.
  • માટે તે એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે.
3. સંવૃતઃ પુષ્પતા માટે એક એક ફાયદાકારક વાક્ય અને નુકશાન કારક વાક્ય લખો
  • ફાયદાકારક : બીજ જલદી નિર્માણ પામે છે
  • નુકસાનકારક : સ્વફલનને કારણે પ્રચ્છન્ન જનીન એકત્રીકરણ થાય છે અને સંતતિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે .
4. સમજાવો નોન આલ્બ્યુમિનસ બીજ અને બીજદેહશેષ
  • નોન - આલ્યુમિનસ બીજ : આવા બીજમાં ભૂણપોષના કોઈ અવશેષ હોતા નથી . તે ભૂણવિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય દા.ત., વટાણા, મગફળી,
  • બીજદેહશેષ : ક્યારેક કેટલાક બીજ માં જેમ કે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજ દેહશેષ કહે છે
5. કુત્રિમ સંકરણ માટે બે મહત્વની પદ્ધતિ વિશે સમજણ આપો 
  • કૃત્રિમ સંકરણમાં ઇચ્છિત પરાગરજોનો ઉપયોગ પરાગનયનમાં કરવામાં આવે છે, તેમજ સ્ત્રીકેસરને અસંગત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે.
  • આ ક્રિયા ઇમેક્યુલેશન (બંધીકરણ) અને બેગિંગ (કોથળી ચઢાવવી) પદ્ધતિથી કરી શકાય છે.
  • દ્વિલિંગી પુષ્પોમાં, એક જોડ ચીપિયાની મદદથી પુષ્ય - કલિકામાંથી પરાગાશયને કોઈ પણ જાતના નુકસાન થયા વગર નિકાલ કરવાની પદ્ધતિને ઇમેક્યુલેશન કહે છે.
  • ઇમેક્યુલેશન કરેલ પુષ્પોને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે, જે સામાન્ય રીતે મીણિયા કાગળની બનેલી હોય છે. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસન અશુદ્ધ થતું બચાવે છે. આ પ્રક્રિયાને કોથળી ચઢાવવી કહે છે.
  • કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર નરપુષ્પના પરાગાશયના પરાગરજોને છાંટવામાં આવે છે અને આ પુષ્પને ફરીથી કોથળી ચઢાવવામાં આવે છે.તેમાંથી ફળોનો વિકાસ થાય છે .
6. કોઈ પણ 2 તફાવત આપો કીટપરાગીત વનસ્પતિ અને પવન પરાગીત વનસ્પતિ
  • કીટપરાગિત વનસ્પતિનાં
  • પુષ્પો નિશ્ચિત આકાર, ચોક્કસ પ્રકારનો રંગ, સુગંધ ગ્રંથિ અને ખાદ્ય પરાગ ધરાવે છે.
  • તેમાં પરાગરજ રોમમય, કંટકીય કે ચીકાશયુક્ત હોય છે
  • કીટપરાગિત વનસ્પતિનાં ઉદા. ગુલાબ, જાસૂદ વગેરે તેમજ સૂરણમાં માખીઓ દ્વારા અને યુક્કામાં ફુદાઓ દ્વારા.
  • પવન પરાગીત વનસ્પતિ 
  • પવનપરાગિત વનસ્પતિનાં વિશિષ્ટ આકાર, રંગ, વાસ કે મધયુક્ત હોતા નથી.
  • તેમાં પરાગરજ નાની , સૂકી , લીસી અને હલકી હોય છે
  • પવનપરાગિત વનસ્પતિનાં ઉદા .મકાઈ, ઘાસ, નાળિયેરી વગેરે.
નોંધ - આમાં તમને આવડતા હોય બીજા તફાવત  લખી શકો

7. પુષ્પના સહાયક ચક્રો વિશે નોંધ લખો
  • જે ચક્રો પુષ્પનાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલા ન હોય તેને સહાયક ચક્રો કહે છે
  • વજચક્ર અને દલચક્રને સહાયક ચક્રો છે
  • આ ચક્રો રક્ષણ અને આકર્ષણ સાથે સંકળાયેલ હોય
  • આ ચકો વંધ્ય છે .
8. સમજાવો લાઘુબીજાણુ જનન
  • પરાગાશયનો વિકાસ થતા બીજાણુજનક પેશીના કોષોમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે.
  • બીજાણુજનક પેશીનો દરેક કોષ હવે લઘુબીજાણુ ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી દરેક કોષ પરાગરજ માતૃકોષ કે લઘુબીજાણુ માતૃકોષ (Pollen Mother Cell ( PMC )છે .
  • અર્ધીકરણ દ્વારા પરાગ માતૃકોષ (PMC) માંથી લઘુબીજાણુનાં નિર્માણની ઘટનાને લઘુબીજાણુજનન (Microsporogenesis) કહે છે.
9.સમજાવો મહાબીજાણુ જનન
  • મહાબીજાણુ માતૃકોષ (MMC) માંથી મહાબીજાણુના નિર્માણની પ્રક્યિાને મહાબીજાણુજનન કહે છે.
  • પ્રદેહના અંડછિદ્રિયના છેડે આવેલા એક મહાબીજાણુ માતૃકોષમાંથી અંડકનું વિભેદન થાય છે.
  • તે વિશાળ કોષ છે, જે ઘટ્ટ કોષરસ અને પ્રક્ષેપિ (ઊપસેલું) કોષકેન્દ્ર ધરાવે છે.
  • તે અર્ધીકરણથી વિભાજન પામી ચાર એકકીય મહાબીજાણુ સર્જે છે .
10. અકદળી બીજની નામનિર્દેશીત આકૃતિ દોરો

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 3 માર્ક અને 4 માર્ક ના  પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad