NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 10 ની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ - 11 - બાયોટેક્નોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2,3 અને 4 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. જનીન પરિવર્તિત સજીવોના નિર્માણ મા મૂળભૂત ત્રણ ચરણો જણાવો
- ઇચ્છિત જનીનયુક્ત DNA ની ઓળખ
- ઓળખ પામેલા DNA નો યજમાનમાં પ્રવેશ
- પ્રવેશેલા DNA ની યજમાનમાં જાળવણી તથા તેની સંતતિઓમાં DNA નું સ્થળાંતર
2. પેલીન્ડ્રોમીક શૃંખલા વિશે નોંધ લખો
- તે શબ્દોનો સમૂહ છે જેને આગળ - પાછળ બંને બાજુએથી વાંચતા સરખા વાંચી શકાય છે . ઉદાહરણ : “ મલયાલમ . ’
- DNA માં પેલિન્ડ્રોમ બેઇઝ જોડનો એ એવો ક્રમ હોય છે જે DNA ની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એકસરખા વાંચી શકાય છે .
- ઉદાહરણ આપેલ ક્રમને 5 ' ----> 3 ' દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એકસરખાવાંચી શકાય. જો તેને 3'-->5' દિશામાં વાંચવામાં આવે તો પણ તે સાચું પડે છે .
- 5 ' ----------GAATTC ----------3 '
- 3 ' ----------CTTAAG ----------5 '
3. સમજાવો સ્વયંજનનની ઉત્પત્તિ
- આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે અને જ્યારે કોઈ DNA નો ટુકડો આ શૃંખલા સાથે જોડાય છે ત્યારે યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે.
- આ ક્રમ, જોડાયેલ DNA ( સંકલિત DNA ) ની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે.
- એટલા માટે જો કોઈ લક્ષ્ય DNA ની ઘણી નક્કો પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેને એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ ખૂબજ વધારે નકલો બનાવવામાં સહયોગ કરતી હોય.
4. પસંદગીમાન રેખકોના કર્યો લખી તેના કોઈ પણ ચાર ઉદાહરણ લખો.
- સ્વયંજનનની ઉત્પત્તિ ની સાથે વાહકને પસંદગીમાન રેખકની પણ આવશ્યકતા હોય છે, કે જે અપરિવર્તનીય ની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદરૂપ હોય તથા પરિવર્તનીય ની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતી આપતું હોય.
- રૂપાંતરણ એક એવી કાર્યપદ્ધતિ છે જેની મદદથી DNA ના એક ખંડને યજમાન બૅક્ટરિયામાં પ્રવેશ કરાવાય છે.
- સામાન્ય રીતે એમ્પીસીલીન, ક્લોરોમ્ફેનીકોલ, ટેટ્રાસાયક્લિન તથા કેનામાયસિન જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સાંકેતન કરવાવાળા જનીનો ઈ. કોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન રેખકો છે. સામાન્ય ઈ.કોલાઇ કોષો આમાંથી કોઈ પણ પ્રતિ જૈવિક દ્રવ્યોનું અવરોધન કરતા નથી.
5. યજમાન કોષોમાં વિદેશી DNA ને પ્રવેશ કરાવવાની રીતો જણાવો
- યજમાન કોષોમાં વિદેશી DNA ને પ્રવેશ કરાવવાની માત્ર આ જ એક રીત નથી.
- સૂક્ષ્મ અંતઃક્ષેપણ વિધિમાં પુનઃસંયોજિત DNA ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરાવવામાં આવે છે.
- અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિઓ માટે અનુકૂળ છે જેમાં ટંગસ્ટન કે સોના ના લધુ તીવ્ર વેગીય કણો દ્વારા આવરિત DNA નો કોષો પર મારો કરવામાં આવે છે.
- આ પદ્ધતિને જૈવ પ્રક્ષેપિત અથવા જનીન સ્ફોટક તરીકે ઓળખાય છે અને અંતિમ પદ્ધતિ જેમાં બિનહાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે છે.
- આ વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે તે પુનઃસંયોજિત DNA ને યજમાનમાં સ્થાનાંતરિત કરી દે છે.
6. અનુપ્રવાહિત પ્રક્રિયા કેવી રીતે ઉપયોગી છે?
- જૈવ સંશ્લેષિત તબક્કો પૂર્ણ થયા બાદ નીપજોને બજારમાં માર્કેટિંગ માટે મોકલતા પહેલાં શૃંખલામય પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે.
- નીપજોની અલગીકરણ અને શુદ્ધીકરણ જેવી પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયા તરીકે ઉલ્લેખવામાં આવે છે.
- નીપજોને યોગ્ય પરિરક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે. ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે.
- પ્રત્યેક નીપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય તે પણ આવશ્યક હોય છે.
- અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી (પરીક્ષણ) પ્રત્યેક નીપજો માટે અલગ - અલગ હોય છે.
7. રેસ્ટ્રિક્શન સ્થાનો દર્શાવતી pBR 322 ની ફક્ત નામનિર્દેશીત આકૃતિ દોરો
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 3 માર્કસ ની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box