NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 11 ની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ - 12 - બાયોટેક્નોલોજી અને તેના પ્રયોજનો જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. બાયોટેક્નોલોજીના ત્રણ જટિલ સંશોધન ક્ષેત્રો જણાવો
- સુધારેલ સજીવ, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉર્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉભેરક પૂરા પાડવા
- ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરીવિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું તથા
- અનુપ્રવાહ સંસાધન ટેક્નોલૉજી દ્વારા પ્રોટીન કાર્બનિક સંયોજનનું શુદ્ધીકરણ.
2. બાયોટેક્નોલોજીનો કયા ક્ષેત્રે ઉપયોગ કરી શકાય એ ક્ષેત્રોની નોંધ કરો
- બાયોટેક્નોલોજીનો ઉપયોગ મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મ જીવો, ફૂગ , વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયૉફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔઘોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોટેક્નોલૉજીનો ઉપયોગ ચિકિત્સાશાસ્ત્ર, નિદાન, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો, પોષણમૂલ્ય ધરાવતા ખાધો, બાયોરેમિડિએશન, અપશિષ્ટ સુધારણા તથા ઊર્જા - ઉત્પાદનમાં થઈ રહ્યો છે.
3. જૈવ તસ્કરી ની વ્યાખ્યા આપી એ બાબતે વિકસિત અને વિકાસશીલ દેશો ની તુલના જણાવો
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવસંપત્તિઓની પેટન્ટનું જે - તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર શોષણ કરે તેને જીવતસ્કરી કહે છે.
- મોટા ભાગનાં ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે. પરંતુ જૈવવિવિધતા અને પરંપરાગત શાન અપૂરતું છે.
- એનાથી વિપરિત વિકાસશીલ અને અલ્પવિકસિત વિશ્વ જૈવસોત માટે જૈવવિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે.
- આવા જૈવસ્ત્રોતોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે.
- જેના ફળસ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે.
4. ELISA નું પૂરું નામ લખી તેનો આણ્વીક નીદાન મા ફાળો સમજાવો
- ELISA - એન્જાઈમ લિંન્ક્ડ ઇમ્યુનો સોર્બન્ટ એસે
- ELISA ઍન્ટિજન - ઍન્ટિબૉડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે.
- ઍન્ટિજન્સ ( પ્રોટીન્સ ગ્લાયકોપ્રોટીન્સ વગેરે ) ની હાજરી દ્વારા અથવા રોગકારકોના વિરુદ્ધ સંશ્લેષિત ઍન્ટિબોડી દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે.
5. ઓટો રેડિયોગ્રાફી વિશે માહિતી આપો
- એકલ શૃંખલામય DNA અથવા RNA સાથે એક રેડિયોએક્ટિવ અણુ (પ્રોબ) જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક DNA સાથે સંકરિત કરાય છે, જેને ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે.
- ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક ફિલ્મ પર દેખાતા નથી ; કેમકે પ્રોબ તથા ઉત્પરિવર્તિત (વિકૃત) જનીન એકબીજાના પૂરક હોતા નથી.
6. રાસાયણિક સુરક્ષા માટે પારજનિનિક પ્રાણીઓનો ફાળો સમજાવો
- આ વિષારિતા / સુરક્ષા- પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. આ એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે.
- પારજનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિસંવેદનશીલ બનાવાય છે.
- જયારે બિનપારજનીનિક પ્રાણીઓમાં આવું હોતું નથી.
- પારજનીનિક પ્રાણીઓને વિષારી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે.
- આવાં પ્રાણીઓમાં વિષારિતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box