NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 8 ની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ - 10 - માનવ કલ્યાણમા સૂક્ષ્મ જીવો જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. નોંધ લખો આથવણયુક્ત પીણાં
- પ્રાચીનકાળથી વાઇન, બીયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવાં પીણાં યીસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે.
- આ જ હેતુ માટે વપરાતી યીસ્ટ સેકેરોમાયસિસ સેરિવિસી બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે. તેની મદદથી ધાન્ય અને ફળોનાં રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે. જે બ્રેવર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે.
- આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકાર (નિયંદિત કે અનિત્યંદિત) ને આધારે વિવિધ પ્રકારનાં આલ્કોહોલિક પીણાં મેળવાય છે.
- વાઇન અને બીયરનું ઉત્પાદન નિશ્ચંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિષ્યન્દીત દ્વારા મેળવાય છે.
2. સુએઝ ટ્રીટમેન્ટ ની પ્રાથમિક સારવાર જણાવો
- પ્રાથમિક સારવાર : આ પ્રથમ તબક્કામાં ગાળણ અને અવસાદન દ્વારા સુએઝમાં રહેલાં ભૌતિક કણ દ્રવ્યો (નાના અને મોટા કણો) નો તબક્કાવાર નિકાલ કરાય છે.
- પહેલાં, વારંવાર ગાળણ કરી તરતો કચરો દૂર કરાય છે.
- ત્યાર બાદ માટી અને નાની કાંકરીઓ ને અવસાદન દ્વારા દૂર કરવામાં આવે છે.
- આ રીતે ઘન દ્રવ્યો એકત્રિત થઈ પ્રાથમિક સ્વજ (કાદવ અને રગડો) રચે છે.
- જ્યારે ઉપરનું મુક્ત પાણી ઇફલ્યુઅન્ટ કહેવાય છે.
- ઇફલ્યુઅન્ટને પ્રાથમિક સેલિંગ ટાંકામાંથી દ્વિતીયક પ્રક્રિયા માટે લેવામાં આવે છે.
3. નોંધ લખો BOD
- BOD એટલે એક લિટર પાણીમાં રહેલાં બધાં જ કાર્બનિક દ્રવ્યોનું ઑક્સિડેશન કરવા માટે બેક્ટરિયા દ્વારા વપરાતો ઑક્સિજનનો જથ્થો.
- સુએઝ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી BOD માં ઘટાડો ન થાય.
- BOD કસોટી એટલે પાણીના નમૂનામાં, સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ O2 નું માપન અને તેથી પરોક્ષ રીતે BOD એ પાણીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોનું માપન છે.
- નકામા પાણીમાં BOD જેટલો વધારે તેટલી તે પાણીની પ્રદૂષણ માત્રા વધારે.
4. ફૂગ જૈવિક ખાતરો તરીકે કેવી રીતે ઉપયોગી
- ફૂગ પણ વનસ્પતિ સાથે નું સહજીવન રચવા માટે જાણીતી છે (માઇકોરાઇઝા). ગ્લોમસ પ્રજાતિની ઘણી ફૂગ માઇકોરાઇઝા (કવકમૂળ) રચે છે.
- જેમાં ફૂગ સહજીવી તરીકે ભૂમિમાંથી ફૉસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે.
- આવું સંકલન ધરાવતી વનસ્પતિઓને અન્ય લાભ પણ મળે છે, જેમ કે, મૂળમાં રોગપ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા, તેમજ વનસ્પતિની સર્વાગી વૃદ્ધિ અને વિકાસ પ્રેરવો છે.
5. પેનિસિલિન ની શોધ અનાયસે થઇ હતી સમજાવો
- ઍલેક્ઝાન્ડર ફલેમિંગ જ્યારે સ્ટેફાયલોકોકાઇ બેક્ટરિયા પર કાર્ય કરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મૉલ્ડ ઉત્પન્ન થઈ હતી, જયાં સ્ટેફાયલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહિ.
- તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું, પછી તેને ‘ પેનિસિલિન ' નામ આપ્યું, કારણ કે પેનિસિલિયમ નોટેટમ મોલ ( ફૂગ ) માંથી સર્જાયું હતું.
- તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચૈન અને હાવર્ડ ફલોરે એ તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટિબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી આ રીતે પેનિસિલિન ની શોધ અનાયાસે થઇ હતી.
6. ગરગથ્થુ ઉત્પાદનો માટે લેક્ટિક એસિડ બેક્ટેરિયા નો ફાળો સમજાવો
- લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા કહીએ છીએ. તેઓ દૂધમાં વૃદ્ધિ પામે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરે છે વૃદ્ધિ દરમિયાન, LAB અમ્લો સર્જે છે જે દૂધને જમાવે છે.
- અને દૂધમાં રહેલ પ્રોટીનનું આંશિક પાચન કરે છે. દહીંની થોડી માત્રા કે જે નિવેશ દ્રવ્ય કે આરંભક ના રૂપમાં તાજા દૂધમાં ઉમેરવામાં આવે છે, જે લાખો LAB ધરાવે છે. જે અનુકૂળ તાપમાને ગુણિત થઈ, દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે.
- જે વિટામિન B12 ની માત્રા વધારી પોષણસંબંધી ગુણવત્તામાં વધારો કરે છે. આપણા જઠરમાં પણ, સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગોને અટકાવવામાં LAB એક લાભદાયી ભૂમિકા ભજવે છે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 3 માર્ક ની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box