👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study મટેરીઅલ
નમસ્તે મિત્રો તમે પ્રકારણ 2 ના સંપૂર્ણ ભાગ ના 3 આર્ટિકલના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 3 - માનવ પ્રજનન જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 2,3 અને 4 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. સમજાવો - પ્રસુતિના સંકેતો ક્યાંથી ઉત્પ્ન્ન થાય છે? અને નવજાત શિશુ માટે કોલોસ્ટ્રમ કેમ મહત્વનું છે?
- પ્રસૂતિના સંકેતો સંપૂર્ણ વિકસિત ભૂણ અને જરાયુમાંથી ઉત્પન્ન થાય છે, જે કોમળ ગર્ભાશય સંકોચન કે જેને ભૂણનિકાલ પરાવર્તન કહે છે.
- દુગ્ધસ્ત્રાવ શરૂઆતના કેટલાક દિવસો દરમિયાનના દૂધ - ઉત્પાદનને કોલોસ્ટ્રમ ( colostrum ) કહે છે , જે ઘણા એન્ટિબોડી ધરાવે છે.
- જે નવાં જન્મેલ બાળકોમાં પ્રતિકારકતા વિકસાવવા અત્યંત આવશ્યક છે .
- જે બાળક માટે સ્વાસ્થ્યપ્રદ છે.
2. શુક્રપિંડો નું કદ જણાવી કારણ આપો કે શુક્રપિંડો ઉંદર ગુહાની બહાર આવેલ હોય છે.
- પુખ્તમાં દરેક શુક્રપિંડ અંડાકાર, આશરે 4 થી સેમી લાંબું અને આશરે 2 થી 3 સેમી પહોળું હોય છે.
- શુક્રપિંડો ઉદર ગુહાની બહાર કોથળી કે જેને વૃષણકોથળી ( serotum ) કહે છે તેમાં આવેલાં હોય છે.
- વૃષણકોથળી શુક્રકોષજનન માટે જરૂરી શુક્રપિંડોનું નીચું તાપમાન (શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 – 2.59 C નીચું ) જાળવવામાં મદદ કરે છે.
- જે શુક્રકોષોની જીવિતતા માટે જરૂરી છે.
3. શુક્રકોષની રચના ની નામનિર્દેશીત આકૃતિ દોરો
4. નીચે આપેલ કોષોના શુક્રપિંડમાં સ્થાન અને કાર્ય જણાવો
a) સરટોલિ કોષો b) લેડિંગ કોષો
- સરટોલિ કોષો : સ્થાન - તેઓ વિકાસ પામતા શુક્રકોષોની વચ્ચે સ્થાન પામેલ છે
- કાર્ય - શુક્રકોષોને પોષણ પૂરું પાડવાનું છે.
- લેડિંગ ના કોષો : સ્થાન - શુક્રોત્પાદક નલિકાઓના વચ્ચેના અવકાશમાં આવેલા કોષો આંતરાલીય કોષો અથવા લેડિંગના કોષો તરીકે ઓળખાય છે.
- કાર્ય - તેઓ નરજાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે.
5. L. H ના ઊંચા સંકેન્દ્રણ ની પુખ્ત ગ્રાફિયન પુટિકા ઉપર અસર જણાવો
- અંડકોષ પ્રથમ અર્ધી કરણ વિભાજન પૂરું કરે છે અને દ્રિતીય પૂર્વ અંડકોષ બંને છે
- ગ્રાફિયન પુટિકા તૂટી અંડપાત થાય છે
6. શુક્રોત્પાદક નલિકા વિશે નોંધ લખો
- શકોત્પાદક નલિકા
- દરેક ખંડમાં એક થી ત્રણ અત્યંત ગૂંચળામય શુક્રોત્પાદક નલિકાઓ આવેલી છે,જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે. દરેક
- શુક્રોત્પાદક નલિકા બે પ્રકારના કોષોનું સ્તર ધરાવે છે
- જનનકોષો : તેઓ 4 થી 8 સ્તરોમાં ગોઠવાયેલા હોય છે.
- તેઓ અનેક વખત વિભાજન પામી શુક્રકોષમાં વિભેદન પામે છે.
- સરટોલી કોષો : તેઓ વિકાસ પામતા શુક્રકોષોની વચ્ચે સ્થાન પામેલ છે તેમજ શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે.
7. શુક્રપિંડ અને અંડપિંડના બે બે મુખ્ય કાર્ય જણાવો
- શુક્રપિંડ નું કાર્ય
- શુક્રકોષોનું ઉત્પાદન કરવું
- ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરવો
- અંડપિંડનું કાર્ય
- અંડકોષ ઉત્પન્ન કરવું
- ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ કરવો
8. શુક્રાશય રસ કેવી રીતે બનાવે છે તેનું બંધારણ અને કાર્ય જણાવો
- નર સહાયક ગ્રંથિઓ માં એક જોડ શુક્રાશય એક પ્રોસ્ટેટ અને એક જોડ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સમાવેશ થાય છે.
- આ ગ્રંથિઓનો સાવ શુક્રાશય રસ (seminal plasma) બનાવે છે કે જે ફ્રુક્ટોઝ, કૅલ્શિયમ અને કેટલાક ઉત્સેચકોથી સભર હોય છે.
- કાર્ય - બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓનો સ્ત્રાવ શિશ્નના ઊંજણમાં પણ મદદ કરે છે.
9. એન્ડ્રોમેટ્રિયમ વિશે નોંધ લખો
- ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર છે.
- દર 28 દિવસે તે ખરી પડે છે
- ગર્ભસ્થાપન આ સ્તરમાં થાય છે
- તે રુધિરવાહિની પુષ્કળ ધરાવે છે
10. નર ના કોઈ પણ પણ ચાર આંતરિક લક્ષણો જણાવો
- પુરુષ શુક્રપિંડો ધરાવે છે
- શુક્રપિંડો વૃષણકોથળીમાં આવેલાં હોય છે
- પુરુષ શુક્રપિંડોમાંથી શુક્રકોષ ઉત્પન્ન કરે છે
- શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 2 માર્ક અને 3 માર્ક ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Thenk you so much sir
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box