આજના સમયમાં સ્ટડી/ અભ્યાસ કરવો બહુ જ મુશ્કેલ થઈ ગયું છે અને સાથે સાથે બહુ જ કન્ફ્યુઝન ભર્યું બઉ બધા વિષય બઉ બધું નોલેજ અને બર્ડન અને આપણને ખબર નથી પડતી અથવા તો આપણે અસમંજસ માં હોઈએ છીએ કે આ સ્ટડી /અભ્યાસ ને સરળ અને બર્ડન ફ્રી બનાવી શકીયે આપણને અ પણ સમાજમાં દુવિધા હોય છે કે શુ વાંચવું કેવી રીતે વાંચવું જેથી પરિણામ સારું આવે.
તો હવે મિત્રો ચિંતા છોડી દો અને આ સંપૂર્ણ આર્ટિકલ વાંચજો હું તમને એવીજ 5(પાંચ) સ્ટડી ટિપ્સ સમજાવવાનો છું જેથી તમારી સ્ટડી અને સ્ટડી કરવાની પદ્ધતિ સરળ થઇ જાય તો એના માટે સંપૂર્ણ માહિતી જરૂરી છે તો આશા છે કે સંપૂર્ણ આર્ટિકલ વાંચશો અને તમારી સ્ટડી આસાન બનાવશો
1) ભણવા માટે સાચી જગ્યા અને સાચાં સમય નો ઉપયોગ કરો
આપણે મન થાય ત્યારે કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએ વાંચવા બેસી જઇયે છીએ જેવું કે ક્યાંક ટીવી ચાલુ હોય ઘરના બધા સભ્યો વચ્ચે ઘણીવાર બાજુમાં ગીત ચાલતું હોય જેનાથી તમારા સ્ટડી માટે જેટલું ધ્યાન જરૂર છે એ મળશે નહીં તો તમારે એવી જગ્યા પસંદ કરવી પડી કે જે શાંત હોય જીવો કે કોઈ અંદરનો એક અલગથી સ્ટડીરૂમ હોય જ્યાં ઓછામાં ઓછી દખલગીરી હોય. બીજી વાત કરું તો સમય ભણવા માટે સમય એવો પસંદ કરો કે જે સમયે વાતાવરણમાં શાંતિ અને સ્ફૂર્તિ હોય. સાચું સમય પસંદ કરવો અત્યંત જરૂરી છે કેટલાક વિદ્યાર્થી સ્કુલ થી આવીને તરત જ ભણવા બેસી જાય છે એ સાચી પદ્ધતિ નથી તમારા બેનને પણ થોડોક આરામની જરૂર હોય છે તો એવા સમયે ભાણો કે જે સમયે તમારો પ્રેમ એકદમ શાંત હોય અને ફ્રેશ હોય એટલે કે વહેલી સવારનો સમય અને રાત્રે 9થી 11 નો સમય ભણવા માટે બેસ્ટ છે જેમાં તમે અત્યંત સારું ભણી શકશો અને ઓછામાં ઓછી દખલગીરી હશે.
2) યોગ્ય ટોપિક ભણવા માટે નક્કી રાખવું
ઘણા વિદ્યાર્થીઓ ની ખબર નથી હોતી કે શું ભણવું છે અથવા વાંચવું છે બ્રહ્મા કન્ફ્યુઝન હોય છે કે કયો સબ્જેક્ટ વાંચવું એટલે કે દાખલા તરીકે સાયન્સ ભણતા હોય તો કન્ફ્યુઝન થાય કે પહેલા રસાયણવિજ્ઞાન વાંચીએ જીવવિજ્ઞાન વાંચીએ કે ભૌતિક વિજ્ઞાનમાં વાંચીએ કે ગણિત ભણીએ, આપણે કન્ફુઝન હોય છે કે ક્યારે શુ વાંચવું જે પણ હાથમા આવ્યું લઈને બેસી જઇયે છીએ પણ એ સાચી રીત નથી, તો એના માટે પેલાથી નક્કી કરી રાખવું પડે કે કયા સમયે કયો ટોપિક વાંચવો, મારો સીધો કેવાનો અર્થ છે કે તમારે ટાઈમ ટેબલ બનાવવું પડશે અને જેનાથી ખબર પડશે અથવા નક્કી રહેશે તમને ખબર રહેશે કે કયો ટોપિક વાંચવાનો છે તો તમારે શૂ કરવાનું છે તમારે સમયને ધ્યાનમાં રાખી ટાઈમ ટેબલ નક્કી કરો જેમાં વિષય પણ નક્કી રાખો સાથે સાથે ટોપિક પણ નક્કી રાખો કે એટલા સમયમાં આ જ ટોપિક વાંચવો છે એના પછીજ બીજો ટોપિક વાંચવો છે. એક સમયે એકજ ટોપિક વિશે વિચારવું એના પછીજ બીજા ટોપિક વિશે આવિ રીતે નક્કી રાખવાથી રોજ કોઈ મૂંઝવણ નહિ થાય.
3) ધ્યાન અને સમજણ સાથે વાંચવું
આપણે જ્યારે પણ ભણીયે છે ત્યારે સંપૂર્ણ ધ્યાનથી ભણવું જરૂરી છે અનેેેેેેેેેે સમજણ પણ એટલી જ મહત્વની છે. એટલે કે જ્યારે તમે ભણવા બેસો છો કેટલાક વિદ્યાર્થીઓ ગોખવાનું ટ્રાય કરતા હોય છે પણ એવું ના કરશો તમે કોઇપણ ટોપીક ઘણો એને સમજવાની કોશિશ કરો,જો કોઈ ટોપીક મોટો હોયતો વચ્ચે વચ્ચે કોઈ યાદ રાખવાની ટ્રીક બનાવો અથવા નાની નાની વાર્તાઓ બનાવો અને એના ના પોઇન્ટ તમે કાગળમાં લખી રાખો એટલે એ મોટો ટોપિક જ્યારે પણ રિવિઝન કરો ત્યારે એ નાનકડા પોઈન્ટ જ વાંચવા થાય અને ફટાફટ યાદ પણ રહે તો આવી રીતે તમે સમજી ને તૈયાર કરો તો ભવિષ્યમાં તમને બધું જ યાદ રહેશે અને અભ્યાસમાં સરળતા રહેશે સમજની વાત કરીએ તો વધારેમાં વધારે વૈકલ્પિક પ્રશ્નો પર રાખો જેમાં ચાર વિકલ્પો આવતા હોય જ્યારે આવા પ્રશ્નો તમે જાતે અભ્યાસ કરશો તો તમને એના રિલેટેડ ટોપીક પણ સમજમાં આવી જશે અને આ બધામાં ધ્યાન અત્યંત આવશ્યક છે.
4) સતત અભ્યાસ અને ક્યારેય નિરાશ થવું નહિ
ઘણીવાર મિત્રો એવું થાય છે કે તમે બહુ બધું વાંચો છો પરીક્ષા થાય છે અને માર્ક ઓછા આવે છે તો તમે નિરાશ થઈ જાઓ છો તમે તો એવું નથી કે એક જ વારમાં તમે બધું જ આવડી જશે એના માટે થોડી ધીરજ અને સતત અભ્યાસ જરૂરી છે તમે જો સતત અભ્યાસ કરતા રહેશો તો તમને પ્રોત્સાહન પણ મળતી રહેશે અને ધીમે ધીમે રસ પડવા લાગશે, તો ગમે ત્યારે રીઝલ્ટ ઓછું આવે તો નિરાશ થવાની જરૂર નથી વારંવાર વાંચતા રહો અભ્યાસ કરતા રહો અને તમને ચોક્કસ એક દિવસ સફળતા મળશે તમે ગમે ત્યારે ઘણો થોડોક સમય આપો એટલે કે બે કલાક ત્રણ કલાક ચાર કલાક એટલે કે મિત્રો જો તમે સાયન્સ ભણી રહ્યા છો તો ઓછામાં ઓછા પાંચ કલાક રોજ વાંચવું જરૂરી છે અને એ પણ સતત જેનાથી તમારી સ્ટડી ની ગુણવત્તા સુધરશે અને પરિણામ પણ સારું મળશે
5. પુનરાવર્તન જરૂરી છે
મિત્રો ભણવા માટે સૌથી મહત્વનિ વાત છે પુનરાવર્તન કરવું આપણે જે પણ ભણીયે છે એનું પુનરાવર્તન થવું અત્યંત જરૂરી છે, એટલે કે તમે જે પણ ભણો એનું પુનરાવર્તન કરતા રહો દાખલા તરીકે તમે એક અઠવાડિયામાં પાંચ દિવસ ભણો છો તો છઠ્ઠા દિવસે એનું પુનરાવર્તન કરી લો અથવા મહિનાના અંતમાં બે થી ત્રણ દિવસ એવા આપો કે તમે એ મહિનામાં વાંચેલું બધું જ ટૂંકમાં પુનરાવર્તન કરી શકો અથવા તમે દિવસે વાંચેલું દિવસના અંતે પણ પુનરાવર્તન કરી શકો છો, મિત્રો એક વાર વાંચવાથી યાદ રહેશે નહીં એ સાચી રીત નથી તમને લાંબા સમય સુધી યાદ રહેશે નહીં તો એ અત્યંત જરૂરી છે જે પણ ઘણો એનું પુનરાવર્તન કરતા રહો જેથી લાંબા સમય સુધી યાદ રહી શકે.
તો મિત્રો આ બધી જ ટિપ્સ તમારા અભ્યાસને સરળ બનાવી દેશે અને તમારું રિઝલ્ટ એટલે કે પરિણામ અત્યંત સારું આવશે. આશા છે કે તમને આ ટિપ્સ ફાયદાકારક રહેશે
Mail- indiabiologymanishmevada@gmail.com
nice explains
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box