👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study Material
ટેસ્ટ માટે ની સૂચના1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ.
4) ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ ટેસ્ટ તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યો છે
ધોરણ 12 | પ્રકરણ 9 |અન્નઉત્પાદન વધારવા માટેની વ્યૂહ રચના
1) લિપિડ કાર્બોહાઇડ્રેટ્સથી કઈ બાબતે જુદા પડે છે ?
A. કાર્બન કરતાં ઑક્સિજન વધુ પ્રમાણમાં હોય છે B. કાર્બન વધુ અને ઑક્સિજન ઓછા પ્રમાણમાં હોય છે C. કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ ઑક્સિજન કરતાં ઓછું હોય છે D. કાર્બન હાઇડ્રોજન અને ઑક્સિજન વચ્ચે કોઈ સંબંધ જ નથી .
2) લેક્ટોઝ શાનાથી બનેલો છે ?
A. લૂકોઝ + ગેલેક્ટોઝ B. લૂકોઝ + લૂકોઝ C. લૂકોઝ + ફુક્ટોઝ D. ફુક્ટોઝ + ગેલેક્ટોઝ
3) દરેક મેદનો અણુ શેનો બનેલો છે ?
A. 1 ગ્લિસરોલ અને 1 ફૅટી ઍસિડના અણુથી B. 1 ગ્લિસરોલ અને 3 ફેટી ઍસિડના અણુઓથી
C. 3 ગ્લિસરોલ અને 1 ફૅટી ઍસિડના અણુઓથી D. 3 ગ્લિસરોલ અને 3 ફેટી ઍસિડના અણુઓથી
4) નીચે પૈકીનો ક્યો મહાઅણુ કાર્બોદિત છે ?
A. ગ્લાયકોજન છે B. ઇસ્યુલિન C. કેરેટીન D. કોલેસ્ટરોલ
5) પાણીના અણુઓ વચ્ચે કયા પ્રકારનો બંધ આવેલો છે ?
A. હાઇડ્રોજન બંધ છે B. પેપ્ટાઇડ બંધ છે C. ગ્લાયકોસિડિક બંધ D. આયોનિક બંધ છે
6) સિસ્ટીન અને મિથિઓનિન એમિનો ઍસિડના બંધારણમાં કર્યું ખનીજ તત્ત્વ આવેલું છે ?
A. કૅલ્શિયમ B. મૅગ્નેશિયમ C. સલ્ફર D. બોરોન
7) ગ્લિસરાલ્ડિહાઇડ ક્યા પ્રકારની શર્કરા છે ?
A. પેન્ટોઝ B. હૅક્સોઝ C. ટ્રાયોઝ D. ઑક્ટોઝ
8) ડાયસેકેરાઈડ શર્કરા નિર્માણ કરતા એકમો વચ્ચે આવેલા બંધનું નામ
A. હાઇડ્રોજન બંધ B. પેપ્ટાઇડ બંધ છે C. ગ્લાયકોસિડિક બંધ D. એસ્ટર બંધ
9) કાઇટિન શાનું ઉદાહરણ છે ?
A. મૉનોસેકેરાઈડ B. ડાયસેકેરાઈડ C. પૉલિસેકેરાઈડ D. ઓલિગોસેકેરાઈડ
10) અસંતૃપ્ત ફૅટી ઍસિડનું ઉદાહરણ કર્યું છે ?
A. ક્રોટોનિક ઍસિડ B. પામિટિક ઍસિડ C. સ્ટીઅરિક ઍસિડ D. બ્યુટિરિક ઍસિડ
11) વનસ્પતિ પેશી , પ્રાણીપેશી કે અતિ સૂક્ષ્મ સજીવોનું તત્ત્વીય પૃથક્કરણ કરતાં શું મળી આવે ?
A. કાર્બન અને અન્ય તત્ત્વો છે B. કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન અને અન્ય તત્ત્વો
C. હાઇડ્રોજન , કાર્બન અને અન્ય તત્ત્વો D. કાર્બન અને અન્ય તત્ત્વો
12) કોષ દ્વારા થતી ચયાપચય ક્રિયાઓનો સમાવેશ થાય છે
A. દેહધાર્મિક પ્રક્રિયાઓ B. ઑક્સિડેશન - રિડક્શન પ્રક્રિયાઓ C. જૈવરાસાયણિક પ્રક્રિયાઓ D. આપેલ તમામ
13) અકાર્બનિક દ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ?
A. પાણી, ખનીજ તત્ત્વો છે B. પાણી, ખનીજ ક્ષારો છે C. પાણી, ખનીજ તત્ત્વો, ખનીજ ક્ષારો છે D. ખનીજ તત્ત્વો , ખનીજ ક્ષારો તે
14) વનસ્પતિ અકાર્બનિક ખનીજ તત્ત્વનું જમીનમાંથી શોષણ ક્યા અંગ દ્વારા કરે છે ?
A. મૂળ B. પર્ણ C. પ્રકાંડ D. કલિકા
15) સજીવોમાં ચાર તત્ત્વો ઊતરતા ક્રમના પ્રમાણમાં હોય તે માટે કયો વિકલ્પ સાચો છે ?
A. કાર્બન, હાઇડ્રોજન, ઑક્સિજન, નાઇટ્રોજન B. હાઇડ્રોજન, ઑક્સિજન, કાર્બન, નાઇટ્રોજન C. હાઇડ્રોજન, કાર્બન, ઑક્સિજન, નાઇટ્રોજન D. કાર્બન, ઑક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન
16) હીમોગ્લોબિન અને ક્લોરોફિલના સંશ્લેષણમાં કયું ખનીજ તત્ત્વ હોય છે ?
A. Ca B. Cu C. Mn D. Mg
17) ચરબીનો અણુભાર કેટલો હોય છે ?
A. એક હજાર ડાલ્ટન B. એક હજાર કે તેથી વધુ ડાલ્ટન C. દસ હજાર ડાલ્ટન
D. દસ હજાર કે તેથી વધુ ડાલ્ટન
18) નીચેનામાંથી કોને જૈવિક અણુઓમાં સમાવી શકાય ?
A. પ્રાથમિક ચયાપચયિક નીપજો B. દ્વિતીયક ચયાપચયિક નીપજો C. પ્રાકૃતિક નીપજો, D. પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયિક નીપજો તથા પ્રાકૃતિક નીપજો
19) સૂક્ષ્મ કે સરળ જૈવિક અણુઓ કોને કહેવાય ?
A. જેઓ 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે તેને B. જેઓ 1000 ડાલ્ટન અણુભાર ધરાવે તેને C. જેઓ 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવે તેને D. જેઓ 100 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે તેને
20) નીચેનામાંથી કયું વિધાન મૉનોસેકેરાઈડના ગુણધર્મ સાથે અસંગત છે ?
A. મૉનોસેકેરાઈડ સરળ શર્કરા છે B. મૉનોસેકેરાઈડની રચનામાં n અને m નાં મૂલ્યો સમાન છે. C. મૉનોસેકેરાઈડ સ્વાદે ગળ્યા, પાણીમાં દ્રાવ્ય અને કોષરસ સ્તરમાંથી પસાર થઈ શકે છે D. મૉનોસેકેરાઇડમાં – NH2 , - COOH , –X સમૂહ આવેલા હોય છે .
21) તે નીચેનામાંથી ક્યા કાબૉદિતનું જલવિભાજન અશક્ય છે ?
A. પૉલિસેકેરાઈડ B. ઓલિગોસેકેરાઇડ C. ડાયસેકેરાઈડ D. મૉનોસેકેરાઈડ
22) મૉનોસેકેરાઈડ દ્વારા ડાયસેકેરાઈડ બનતાં H અને O ના કેટલા પરમાણુ ઘટે છે ?
A. 2 , 1 B. 1 , 1 C. 2 , 2 D. 1 , 2
23) ડાયસેકેરાઈડ પર કઈ ક્રિયા કરવાથી મૉનોસેકેરાઇડના બે એકમો પ્રાપ્ત થાય ?
A. નિર્જલીકરણ B. જલવિભાજન C. હેલોજીનેશન D. ડિહાઇડ્રોજીનેશન
24) કોષરસસ્તર અને અંગિકાઓના પટલો કયા પદાર્થના બનેલા છે ?
A. ગ્લાયકોલિપિડ B. ફૉસ્ફોલિપિડ D. સ્ટેરોન C. સ્ટેરોલ
25) મૉનોસેકેરાઈડની વર્ગીકરણની બાબત નીચેનામાંથી કયા વિકલ્પ પર આધારિત છે ?
A. કાર્બન પરમાણુઓની સંખ્યા પર B. રાસાયણિક બંધ પર C. H અને O ના પ્રમાણ પર છે D. કાર્બન પરમાણુઓની સંયોજક્તા પર 0
જવાબો
1.B 2.A, 3.B 4.A, 5.A, 6.C, 7.C, 8.C, 9.C, 10.A, 11.B, 12.C, 13.C, 14.A, 15.A, 16.B, 17.B, 18.D, 19.A, 20.D, 21.D, 22.A, 23.B, 24.C, 25.A
========================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Sir tamara test aapine bhu saaru lage che ne &bdha douts clear thy che
ReplyDeleteSo useful test.. Thank you sir..👍
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box